________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
અધ્યાત્મ મહાવીર આર્ય એવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર સંઘે જેના ધર્મનું અનાદિકાળથી પાલન કર્યું છે. આ અસત્ય બોલતા નથી, ચોરી કરતા નથી, વ્યભિચારકર્મ કરતા નથી અને અપરાધ વિના કેઈની હિંસા કરતા નથી. આર્યોનાં ઘરદ્વાર સદા ઉઘાડાં રહે છે. આર્યો વિશ્વાસઘાત કરતા નથી. આમાં આતિથ્ય સત્કાર અત્યંત હોય છે. આમાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો વાસ છે. આર્યોમાં વિશુદ્ધ પ્રેમ ઉભરાયેલો હોય છે. આર્યો પરસ્પરમાં પડેલા વાંધાને પ્રેમ અને સત્કારથી ચૂકવે છે.. એવા આર્યોમાં ધર્મનો પૂર્ણ પ્રાદુર્ભાવ કરે અને અજ્ઞાન તેમ જ મહાદિ દોષનો નાશ કરે તે માટે મારો પરમેશ્વરાઅવતાર છે. આ જૂઠા સોગંદ ખાતા નથી, જૂઠી સાક્ષી પૂરતા નથી, કેઈની મૂકેલી થાપણ ઓળવતા નથી, કેઈન બૂરામાં ભાગ લેતા નથી. ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથે આર્યોમાં આયંતિ પ્રગટાવી હતી, પણ એ આર્ય જ્યોતિ મંદ પડવાથી મેં પાછી આર્યજ્યોતિ પ્રગટાવી છે. ત્રેવીસ તીર્થકરો કે ઈશ્વરી અવતાર થયા તે સર્વે આર્યવંશી હતા. તે બ્રહ્મસત્તાથી મારાથી અભિન્ન જાણવા.
‘ચિત્રદુર્ગને શ્રી પાર્શ્વનાથ પ્રભુએ વિચરી પાવન કર્યો છે. ચિત્રદુર્ગના લોકોમાં જ્યાં સુધી સત્ય, શૌર્ય, ઉત્સાહ, જ્ઞાન, વિદ્યા, સત્ય આદિ ગુણમય જૈનધર્મ હશે, જ્યાં સુધી તેઓની નસેનસમાં મારી ભક્તિનું લેાહી ઊછળ્યા કરશે ત્યાં સુધી તેઓ દૈવિક બળ યુક્ત રહેશે. આર્ય રાજાઓમાં પ્રજાપ્રેમ હશે અને તેઓ મારા જીવતા ઉપદેશને આચારમાં મૂકી જીવશે ત્યાં સુધી તેઓ વિશ્વમાં સ્વતંત્ર અને શક્તિમાન રહેશે. આર્ય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ગમાં પરસ્પરમાં નીતિમય સ્વાર્થતા હશે ત્યાં સુધી તેઓમાં આત્મિક બળનો જુસ્સો વહેશે. મારા ભક્ત બ્રાહ્મણ વગેરે ચારે વર્ણમાં જ્ઞાન, વિદ્યા, ક્ષાત્રધર્મ આદિ સર્વત્ર ઘરોઘર જીવતાં હશે ત્યાં સુધી તેઓને
For Private And Personal Use Only