________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધર્મ
૧૭૯ ન થવા દે. તારા રાજ્યમાં સતીઓને માન આપે અને પતિઘાતક દુષ્ટ સ્ત્રીઓને પરદેશમાં હાંકી કાઢ, તારા રાજ્યમાં સર્વ મનુષ્ય પોતપોતાનું રાજ્ય સમજી એકાત્મભાવથી તારી સાથે વર્તે એવી રીતે રાજ્ય કર.
“શ્રી ઋષભદેવ ભગવાનને ધર્મરાજ્યમાં સૂર્યશા અને ચંદ્રયશાથી આર્યદેશમાં બે રાજ્ય થયાં. ત્યારથી જેન રાજ્યસામ્રાજ્યની ધ્વજામાં સૂર્ય અને ચંદ્રનું ચિહ્ન સ્થાપન કરવામાં આવે છે. પૂર્વ ખંડના દેશમાં સૂર્ય અને પશ્ચિમના દેશોમાં ચંદ્રરાજ્ય પ્રવર્તે છે તથા સૂર્ય અને ચંદ્રના પ્રકાશમાં રાજ્યપ્રવર્તે છે. પૂર્વ અને પશ્ચિમમાં સર્વ રાજ્યો પર ધર્મરાજ્ય પ્રવર્તે છે એવા ઉદ્દેશથી રાજધ્વજમાં અને ધર્મરાજ ધ્વજમાં સૂર્ય અને ચંદ્રનાં ચિહ્ન સ્થાપવામાં આવે છે. હવેથી તેમાં સિંહની સ્થાપના કર. સિંહ જેવા પરાક્રમી બનવાની યાદી માટે સિંહ થાપ.
જૈન સામ્રાજ્યના સર્વે ઉત્સવોમાં સૂર્ય, ચંદ્ર અને સિંહાંકિત ધ્વજને ફરકાવ. જેઓ મારા ભક્ત બનીને સૂર્ય અને ચંદ્ર સહ સિંહાંકિત ધ્વજાઓ જ્યાં ધારવા યોગ્ય હશે ત્યાં ધારશે તેઓ જય, વિજય, મંગલ અને સુખને પામશે. હે રાજન ! ધર્મ – યુદ્ધથી ધમીઓનું રક્ષણ કર. જ્યાં ધર્મ છે ત્યાં જાય છે. અધર્મથી અંતે વંશપરંપરાની પડતી થયા વિના રહેતી નથી. હે રાજન! મારો વંશ સૂર્યવંશી છે અને તારો વંશ પણ સૂર્યવંશી છે. - ઘણું તીર્થકરે સૂર્યવંશમાં થયા છે. સૂર્યવંશી રાજાઓ કદાપિ અધર્માચરણ કરતા નથી. સૂર્યવંશી રાજાઓ અને ક્ષત્રિય શૌર્યકર્મથી મરે છે, પણ કાયર બની મરતા નથી. સૂર્યવંશી ક્ષત્રિયે કદાપિ યુદ્ધમાંથી પાછું પગલું ભરતા નથી અને પ્રતિજ્ઞા નું પાલન કરે છે. સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓએ જૈન ધર્મનું અત્યાર સુધી પાલન કર્યું છે. તેઓએ ક્ષાત્રધર્મ સારી રીતે બજાવી આર્ય પણું અર્થાત્ ધમીપણું જાળવ્યું છે.
For Private And Personal Use Only