________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર કાળમાં યુદ્ધના અભાવે શાંતિયુગ હોય છે. દેશકાલાનુસારે વારંવાર
જ્યાંત્યાં પરિવર્તન થયા કરે છે. હે રાજન ! શાંતિયુગ અને કલિયુગમાં અનુક્રમે ઉત્સર્ગ અને અપવાદથી વર્તતા શીખ. રાજા અને પ્રજાને પરદેશી રાજાઓ તરફથી અનેક દુઃખ આવી પડે અને ધર્મ મૂકી અધર્મથી વતીને પોતાનું જીવન નભાવવાનો વખત આવે અથવા કર્મોમાં ફેરફાર કરી પુનઃ પિતાનો ઉદ્ધાર કરવાનો પ્રસંગ આવે ત્યારે તે કાળને આપત્કાળ જાણો. આપત્કાળમાં રાજા અને પ્રજાના કર્તવ્યનો વિપર્યાસ થાય છે અને તેવા પ્રસંગે અધર્મ જેવા કર્મો કરીને જીવવાને તથા છુટકારો મેળવવાનો વખત આવી પહોંચે છે. તેથી તે કાળે જે અધર્મ માર્ગો હોય છે તે પણ અપેક્ષાએ ધર્મ તરીકે બને છે.
કલિયુગમાં આપધર્મ સેવવાને સર્વ વર્ણને પ્રસંગ આવી પડે છે. માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી રાજ્યનીતિઓમાં, વર્ણનીતિઓમાં, વર્ણ ધર્મમાં અને આચારોમાં વારંવાર ફેરફાર થાય છે. સર્વ મનુષ્ય એકસરખી પ્રકૃતિવાળા થયા નથી અને થશે નહીં. તેથી સર્વ મનુષ્યોને માટે એકસરખી નીતિ અને એકસરખે ધર્મ ઉપયોગી નથી. જે કાળે જેવા મનુષ્યો પ્રગટે છે તે કાળે રાજનીતિઓ પણ તેવી પ્રગટે છે. તમોગુણી મનુષ્યો, રજોગુણી મનુષ્યો અને સર્વગુણી મનુષ્ય એમ ત્રણ પ્રકારના મનુષ્યો હોવાથી તેઓને શાસન કરવાની નીતિઓ પણ ત્રણ પ્રકારની હોય છે. દયાળુ અને કૃર મનુષ્ય માટે ભિન્ન ભિન્ન નીતિઓ છે, એમ સર્વ બાબતમાં જાણ.
જે કાળે જેમ વર્તવું હોય તેમ વર્તા, પણ મનુષ્યમાં શાંતિ પ્રવર્તે એવી નીતિઓ ઘડીને વર્તવું. કપટી, ધૂર્ત અને દ્રોહીઓ પ્રતિ તેઓ દાબમાં રહે એવી નીતિથી વર્ત. તારા રાજ્યમાં મુનિ, ઋષિ, બ્રાહ્મણ, સંત, ત્યાગી, પરમહંસ અને
નો વધ ન થવા દે. તારા રાજ્યમાં મુનિઓનું અપમાન
For Private And Personal Use Only