________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધર્મ
૧૯૭ કરવા માટે અને પ્રાચીનકાલથી અસત્ય ચાલતું આવતું હોય તે પણ તેને નાશ કરવા માટે મારે ઈશ્વરી અવતાર છે. મારા ઉપદેશ પ્રમાણે વર્તવામાં શ્રદ્ધા અને પ્રેમ તે જ મારી ભક્તિ જાણું અને તે જ મારી સેવા જાણ.
“સર્વ ખંડ, દેશ અને વર્ણના લોકો મારા છે. તેમાં ભેદભાવ ન રાખ. જે લોકો ખંડ, દેશ અને વર્ણભેદે મનુષ્યમાં ભેદ જાણુને ભેદભાવ કે વૈરભાવ રાખે છે અને એકબીજાનો નાશ કરવા પ્રવૃત્તિ કરે છે તેઓ મારા ઉપદેશને જાણતા નથી અને તેઓ મારા ભક્ત નથી. જેઓ લોભાદિ દેષથી મૂંઝાઈને એકબીજાના રાજ્ય, વ્યાપાર, લક્ષ્મી, ધાન્ય, પશુઓ વગેરે પડાવી લેવા. પરસ્પર લડે છે તેઓ રાજા અને પ્રજા થવાને લાયક નથી અને તેઓ મારા પ્રિય ભક્ત બનવાને પણ લાયક નથી. જે રાજાઓ રાજ્ય વધારવા માટે દુષ્ટ લોભને વશ થઈ અને ક્ષત્રિને દુષ્ટ લાભથી લેભાવીને યુદ્ધયજ્ઞમાં હોમે છે તેવા રાજાઓને તાબે ક્ષત્રિએ કદાપિ રહેવું નહીં. વિધવત સર્વ મનુષ્યોને પિતાના કુટુંબ સમાન માનીને હે રાજન ! રાજ્ય ચલાવ, ઉદારભાવથી પ્રવર્ત. ત્યાગને હૃદયમાં ધારીને વિશ્વમાં પ્રવર્ત. અનેક લોકોના નેતૃત્વની લગામ હાથમાં લઈને અપ્રમત્તભાવથી પ્રવર્ત. સર્વ પ્રજાની જોખમદારી માથે લઈને અંશમાત્ર પ્રમાદ ન કર. નીતિ અને પ્રામાણિકતાથી વર્તનાર એક ચાંડાળ અને નીતિથી ચાલનાર રાજા સ્વાધિકારે એકસરખા મહાન અને એકસરખા મારા પ્રિય ભક્ત છે. મારામાં જેનું મન છે તે રાજા સત્ય રાજ્ય ચલાવી શકે છે. સદ્દગુણોથી રાજ્ય ચલાવ અને દુર્ગુણોને દેશમાંથી હાંકી કાઢ. સાત્વિક રાજા અને સાત્વિક રાજ્ય શ્રેષ્ઠ છે.
વિશ્વમાં ત્રણ ગુણવાળી પ્રકૃતિના સંગી મનુષ્યો છે. સર્વ મનુષ્ય, સર્વ રાજાઓ કે સર્વ પ્રજાઓ સત્વગુણી ન બની શકે. યુદ્ધકાળની જ્યાં મુખ્યતા હોય છે ત્યાં કલિયુગ છે. શાંતિના
For Private And Personal Use Only