________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
અધ્યાત્મ મહાવીર આદિત્યયશા રાજાને ઉદ્દેશીને પ્રભુએ કહ્યું : “આર્ય ભારત દેશમાં રાજા અને પ્રજાનું એક્ય વર્તે છે. જે રાજાને દુઃખ તો પ્રજાને દુઃખ અને પ્રજાને દુઃખ તે રાજાને દુખ વતે છે. પ્રજાની મરજી તે રાજાની મરજી અને રાજાની મરજી તે પ્રજાની મરજી વર્તે છે. રાજા દ્રોહ તે પ્રજાને દ્રોહ અને પ્રજાને દ્રોહ તે જ રાજા અને રાજયનો દ્રોહ મનાય છે. અહિંસા જ્યાં પ્રધાન છે ત્યાં આર્ય રાજ્ય છે અને જ્યાં હિંસા પ્રધાન છે ત્યાં અનાર્ય અને અધર્મ રાજ્ય છે. સત્યપ્રધાન આર્ય રાજ્ય છે અને અસત્યપ્રધાન અનાર્ય રાજ્ય છે. પ્રજાના સુખે રાજા સુખી ત્યાં આર્યરાજ્ય છે. સ્વતંત્ર વિચાર અને આચારપ્રધાન આર્ય રાજ્યમાં પ્રજા અને રાજામાં અભેદતા અને સાત્વિક નીતિઓ પ્રવર્તે છે એમ જાણી આર્યરાજ્ય ચલાવ. - “હે રાજન! તું આર્યરાજ્યને આર્યપણાથી ચલાવે છે અને વેદાદિ શાના જ્ઞાની ઋષિઓનું, ત્યાગીઓનું અને બ્રાહ્મણોનું પાલનપોષણ કરે છે. તેથી તારી વંશપરંપરામાં આર્યનૃપતિબીજનું આપત્કાલમાં પણ અસ્તિત્વ રહેશે.
“મારી ભક્તિ જ્યાં સુધી તારી વંશપરંપરામાં રહેશે અને મારા ભક્ત ત્યાગી બ્રાહ્મણની ભક્તિ જ્યાં સુધી તારા વંશમાં કાયમ રહેશે ત્યાં સુધી સૂર્યવંશી રાજ્યની પરંપરા વહ્યા કરશે, એમ નિશ્ચય રાખ. સર્વ લેકોના કલ્યાણ માટે રાજ્ય અને રાજાની જરૂર છે, પણ સર્વ લોકોને પરતંત્ર અને ગુલામ બનાવી અને તેઓની સ્વતંત્રતાને નાશ કરી પોતે ખોટી રીતે ઐશ્વર્યશાળી અને મહાન બનવા માટે રાજા થવાની જરૂર નથી. જે રાજા મારી આજ્ઞા અને મારી ભક્તિપૂર્વક વર્તે છે, પરંતુ તેવી આજ્ઞા પ્રમાણે શ્રદ્ધાપ્રેમથી જે પ્રજા વતી નથી તેઓની સર્વ પ્રકારે પડતી થાય છે. રાજ્યને આત્મા સત્ય છે. જ્યાં સત્ય નથી ત્યાં રાજ્ય નથી. આત્માની પ્રાપ્તિથી નવીન ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારના સત્ય સુધારા
For Private And Personal Use Only