________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
અધ્યાત્મ મહાવીર સદુપયોગ કરો જેવાં શુભ વા અશુભ કર્મ કરશે તેનું તેવું ફળ આ ભવમાં અને પરભવમાં તમને મળશે.
“હે રુદ્રપાલ રાજન ! પરભવમાં તે તિબેટમાં રાજ્ય માટે તપ કર્યું હતું તેનું ફળ આ ભવમાં તું રાજા બનીને પામે છે. મનુષ્યભવ એક ક્ષણમાત્ર પણ નકામો ન ગુમાવો. તમારી શક્તિઓનો સદુપયોગ કરો.”
આમ રાજધર્મને ઉપદેશ આપી પ્રભુએ રુદ્રપાલ વગેરે ક્ષત્રિયને ધર્મમાં દઢ કર્યા અને તેઓના પૂર્વ અને આ ભવમાં કરેલાં શુભાશુભ કર્મ અને તેના ભોગો દેખાડ્યાં. પરબ્રા મહાવીર દેવે ક્ષત્રિયાણીઓને સતીધર્મનું માહાત્મ્ય સમજાવ્યું અને
જ્યાં ત્યાં વિશ્વમાં પિતાની આજ્ઞા પ્રમાણે સર્વ વસ્તુનો ઉત્પાદ-લય થાય છે એવું જણાવ્યું. પ્રભુએ કાન્યકુજને નાશ હથી થશે એમ જણાવ્યું અને પરસ્પરનો દ્રોહ ન કરે એવી શિક્ષા આપી. કાન્યકુબ્ધરાજાની વંશપરંપરામાં જ્યાં સુધી જીવતો એ જૈનધર્મ પ્રવર્તશે ત્યાં સુધી કાન્યકુબ્ધ દેશના ક્ષત્રિમાં શત્રુઓને હટાવવાનું બળ રહેશે. કાન્યકુબ્સના લોકો જ્યારે મારી આજ્ઞાઓને ભૂલશે ત્યારે તેઓ સ્વતંત્રતાના સુખને ગુમાવશે.” આમ ઉપદેશ આપીને પ્રભુ શાંત રહ્યા. સર્વ લોકે પ્રભુના ભક્ત જેને બન્યા અને પ્રભુએ ત્યાંથી ચિત્રદુર્ગનગરમાં પ્રવેશ કર્યો. ચિત્રદુર્ગમાં આગમન:
ચિત્રદુર્ગનો આદિત્યયશા રાજા સૂર્યવંશી હતો અને તે જૈનધર્મની આરાધના કરતો હતો. તેના રાજ્યના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણના લોકો જૈનધર્મ પાળતા હતા. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનું ત્યાં મંદિર હતું. પ્રભુ મહાવીર દેવ પધાર્યા છે એમ જાણીને લાખ મનુષ્યો તેમનાં
For Private And Personal Use Only