________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધર્મ
૧૭૧ નિઃશોને, બ્રાહ્મણોનો અને ત્યાગીઓનો વધ કે નાશ કરે છે તે રાજા અને ક્ષત્રિય નથી. જેઓ મારા ભક્ત લેકોના શત્રુ છે તે રાજ્ય કરવાને લાયક નથી. સર્વ પ્રકારે પ્રજાના હિતમાં દિવસરાત નિર્ગમન કરે છે તે રાજ છે. જેઓ અન્યાય, જુલમ અને દુષ્ટ કરથી લોકોનું ધન પડાવી લે છે અને પ્રજામાં કુસંપ અને ભેદ પેદા કરી પ્રજાનું અહિત કરે છે તે રાજા નથી. એવા દુષ્ટ રાજાઓને રાપણાથી ભ્રષ્ટ કરવા. જેઓ પ્રજાને ગુલામ બનાવતા હોય તેવા રાજાઓને દૂર કરવા. રાજા પર શ્રદ્ધા અને પ્રેમ ધારણ કરે. રાજાને ગ્ય સહાય કરવી. સર્વ પ્રકારની પ્રજાને આત્મવત્ માને છે અને પ્રજાની દેશકાલાનુસારે ઉન્નતિ કરે છે તે રાજા છે. અગ્ય અને અન્યાય કર્મમાં પ્રવર્તનાર લોકોને રાજાએ ધર્મમાં વાળવા. મારી આજ્ઞા પ્રમાણે નહીં પ્રવર્તનાર રાજઓનાં રાજ્ય સ્થિર રહેશે નહીં. રાજાઓએ ફાટફૂટ ન કરવી અને એકબીજાને સહાય કરવી.
“ક્ષત્રિએ અન્યાયથી યુદ્ધ કરવા ઈચ્છનાર અને મારા ભક્ત ઋષિઓ, ત્યાગીઓ અને બ્રાહ્મણની સત્ય સલાહ નહીં માનનાર અને મારા પર શ્રદ્ધાભક્તિથી વિમુખ એવા અભક્ત રાજાના પક્ષમાં ન રહેવું. રાજાએ અન્યાયથી, જુલમથી, ક્રોધથી, વિરથી કે ઈર્યાથી કોઈપણ મનુષ્યને વધ ન કરે અને પ્રજાને ધનનું ખર્ચ થાય એવી રીતના ન્યાયાલય ના સ્થાપવાં. રાજાએ પોતાના રાજ્યમાં સર્વવણી પ્રજા સુખી રહે એવી રાજ્યનીતિઓ ઘડીને રાજ્ય કરવું. તેણે ધાડુ પાડુ, ચોરે વગેરેથી રાત્રિદિવસ પ્રજાનું રક્ષણ કરવું. રાજાઓએ વેશ્યાઓના નાટારંભ વગેરે ફંદમાં ન ફસાવું અને જુઠા ખુશામતિયા લોકોનો વિશ્વાસ ન રાખ. રાજાએ અભક્ત લોકોથી ચેતીને ચાલવું તથા અધમ, નાસ્તિક, સ્વાથ, લેબી, કૂર અને અન્યાયીને પ્રધાન કે અમાત્યાદિ પદવી ન આપવી. રાજાએ તથા ક્ષત્રિયોએ દરરોજ મારા ભક્ત ઋષિઓનાં દર્શન કરવાં
For Private And Personal Use Only