________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
અધ્યાત્મ મહાવીર
ગુણકર્મો જેનામાં હોય અને જે રાજવંશથી ઉતરી આવેલ હોય એવા મારા ભક્તને તે રાજા બનાવી શકે છે. તે અપવાદ, કારણને પણ આપત્કાલમાં માન આપી મારા ભક્તને રાજા બનાવે છે. પ્રજાએ રાજા વિના એક ક્ષણમાત્ર પણ ન રહેવું. રાજાને મારી પેઠે માન આપવું અને રાજકીય બાબતોમાં તેની આજ્ઞા પ્રમાણે વર્તવું. તેણે દેશ અને ધર્મને હાનિકારક એવી રાજાની અગ્ય આજ્ઞાને ન માનવી. જે રાજા દારૂ પાન કરે છે તે રાજાને મારી આજ્ઞાથી વિમુખ જાણું તેને કોઈએ પક્ષ ન કરે અને તેને રાજા તરીકે ન માનો. જ્યારે તે દારૂ, માંસ, વ્યાપાર અને વ્યભિચારકર્મથી દૂર રહે ત્યારે તે રાજાની આજ્ઞા સ્વીકારવી. મોજશોખ કરવાને માટે રાજા થવાની જરૂર નથી, જેણે સર્વ પ્રજાનો પ્રેમ જીતી લીધું છે તે રાજા થવાને લાયક છે.
“જેઓ દુષ્ટ અને પાપી પાડ્ડપાડુઓની સામે સદા શસ્ત્રથી યુદ્ધ કરે છે તે ક્ષત્રિયે છે. ક્ષત્રિયે તથા બ્રાહ્મણો વગેરેએ સર્વ પ્રજા માટે સર્વસ્વાર્પણ કરનાર નિર્ભય અને ન્યાયીને રાજા બનાવે અને પશ્ચાત્ તેને મારા પ્રતિનિધિ તરીકે માની તેની આજ્ઞા પ્રમાણે વર્તવું. જેને મારા પર શ્રદ્ધા અને પ્રેમ નથી તે રાજા તથા ક્ષત્રિયને યોગ્ય નથી. સર્વ પ્રજાની રખેવાળી કરે અને સર્વ લોકોનું પિષણ થાય એવી પ્રવૃત્તિ કરનાર ગમે તે રાજા બની શકે છે. જે ત્યાગીઓ, ઋષિઓ અને જ્ઞાની બ્રાહ્મણોની સલાહ પ્રમાણે રાજ્ય કરે છે તે રાજા છે અને તેઓની સલાહ જે નથી માનતો તેને રાજ્યપદથી વ્યુત કરે. જે ખેડૂતોનું રક્ષણ કરે છે અને વ્યાપારીઓને વ્યાપારમાં સર્વ પ્રકારની મદદ કરે છે તે રાજા છે અને તેવા ગુણકર્મવાળા ક્ષત્રિય છે. જે પંચલી સ્ત્રીઓથી સંતાન ઉત્પન્ન કરે છે. તે ક્ષત્રિયો નથી અને જે સ્ત્રીઓ વ્યભિચારીઓથી સંતાનો ઉત્પન્ન કરે છે તે ક્ષત્રિયાણીઓ નથી. જે સ્ત્રીઓનો, બાળકોને, અશક્ત વૃદ્ધોને,
For Private And Personal Use Only