________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધર્મ
૧૬૯ રક્ષણ અને પાલન કરવું તે ક્ષાત્રધર્મ છે. દુષ્ટ લેકે જે શાસન કરે છે અને ધર્મયુદ્ધથી જે પાછા ફરતા નથી તથા જે વ્યભિચારી લોકોને શિક્ષા કરી ધર્મની ઉત્પત્તિ કરે છે તે ક્ષત્રિય છે. દેશકાલાનુસારે સર્વ પ્રકારનાં શસ્ત્રોથી સજજ થઈને ક્ષત્રિય અધમીઓને શિક્ષા કરે છે. અધર્મ આચરનાર, હિંસા કરનાર, જૂ હું બેલનાર, ચેરી કરનાર, વ્યભિચારકર્મ કરનાર, પારકાની ઋદ્ધિને છળથી પિતાની કરનાર ક્ષત્રિય રાજા થવાને અધિકારી નથી. જે શરણે આવેલાઓનું, કન્યાઓનું તથા સતીઓનું રક્ષણ કરતા નથી તે ક્ષત્રિય કે રાજાઓ નથી. જે રાજા બનીને પિતાની પ્રજાને સંહાર કરે છે તે રાજા નથી. જે રાજા બનીને ગાયનું, બ્રાહ્મણોનું, ત્યાગીઓનું, ગુરુકુલનું રક્ષણ તથા પાલન કરતા નથી તે રાજાના પદને લાયક નથી. જે ચારીથી પારકી કન્યાઓને ઉઠાવી જાય છે તથા જબરાઈથી પારકી કન્યાઓને પિતાની સ્ત્રી કરવા ઉપાડી જાય છે તે રાજા તથા ક્ષત્રિના પદને લાયક નથી. પ્રજાએ એવા દુષ્ટ રાજાઓ પાસેથી રાજ્યપદ ખેંચી લેવું અને પ્રજાએ ધમી રાજાને એ રાજ્યપદ સેંપવું. જે રાજાએ તથા ક્ષત્રિયે અધર્મબુદ્ધિથી અન્ય રાજ્ય પર ચડાઈ કરે છે અને અન્ય રાજ્યોને પચાવી પાડવા યુદ્ધ કરે છે તે રાજાઓ નથી અને એવું યુદ્ધ કરનારા ક્ષત્રિયો નથી, પણ તે તે શયતાનો છે એમ જાણે. જે ક્ષત્રિયે પ્રજાને નાશ કરે છે તે ક્ષત્રિય નથી. અધર્મી યુદ્ધ કરનારા રાજાઓ સામે સર્વ જાતની પ્રજાએ ઊભા રહેવું. તેઓને પરાજય કરી તેઓને પદભ્રષ્ટ કરવા અને તેમને સ્થાને સારા રાજાઓને સ્થાપવા.
રાજાએ પક્ષપાત કર્યા વિના એકસરખી રીતે ન્યાયથી પ્રજાનું પાલન કરવું અને દુઃખી લોકોનાં દુઃખ ગુપ્ત રીતે જાણીને દૂર કરવાં. વ્યભિચાર વગેરે કુકર્મ રાજ્યમાં ઉત્પન્ન થવા દેવા નહીં. જેને પ્રજાનું હિત કરવાની બુદ્ધિ તથા પ્રવૃત્તિ નથી તેને રાજ્ય ન આપવું. સર્વ પ્રજા ભેગી મળીને રાજાનાં
For Private And Personal Use Only