________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
અધ્યાત્મ મહાવીર અને અન્ય લેકેને પૂજે. એ જ મારી ચંદનપૂજા છે. પોતાના હૃદયમાં જ્ઞાનરૂપ દીપક પ્રગટાવો અને અન્ય લોકોના હૃદયમાં જ્ઞાનરૂપ દીપક પ્રગટાવીને મારી દીપક પૂજા કરો. મારી પૂજ્યતા અને સેવાભક્તિ તે જ વસ્તુતઃ તમારી પૂજ્યતા અને સેવાભક્તિ છે એમ આત્માની એકસત્તાથી જાણે. ધ્યાનરૂપ અક્ષત વડે તો મારી પૂજા કરો. મારામાં એકતા અને લીનતાથી એકરસરૂપ બની જાઓ. મને સર્વત્ર ધ્યા. જ્યાં ધ્યાન અને ગાન ત્યાં જ્ઞાનતાનરૂપે હું પ્રગટ છું એમ નિશ્ચય કરો. ચાર ગતિ ચૂરવા મારું ધ્યાન ધરો. મારું ધ્યાન અને તમારું ધ્યાન એ વસ્તુતઃ એક છે. મારાતારાપણાનો ભેદ પરિહરીને ધ્યાનરૂપ અક્ષત વડે અને ચાર ભાવનારૂપ સ્વસ્તિક વડે મને પૂજે.
આત્મક્ષેત્ર તે જ વૃન્દાવન છે. આત્માની આનંદવૃત્તિ તે જ વૃન્દા છે અને તેનું વન વસ્તુતઃ આત્મક્ષેત્ર છે. વૃન્દાવનમાં મેં બાલ્યાવસ્થામાં અનેક જાતની કીડાઓ મિત્રો સાથે કરી છે. સહસ્ત્રકમલદલવાળા બ્રહ્મરંધ્રનું સ્થાન તે જ વૃન્દાવન છે. તેમાં જ્ઞાનરૂપ વ્રજદેશવાસીઓ ! તમે રમે. આત્માના શુદ્ધ આનંદરસરૂપ નિવેદ્યથી પિતાના આત્માને જમાડવારૂપ પિતાની નૈવેદ્યપૂજા કરે. સર્વ લોકોને સત્યાનંદ પમાડે તે મદ્યપૂજા છે. સત્યાનંદરૂપ નૈવેદ્યનું ભજન કરનાર જ મારી નિવેદ્યપૂજા કરી શકે છે.
હે વ્રજવાસીઓ ! તમે પિતે પિતાને મહાવીરરૂપ જાણીને નૈવેદ્યપૂજા કરો, કરા અને નૈવેદ્યપૂજા કરનારાઓને પ્રશંસ તથા તેમને ઉત્સાહિત કરે. નૈવેદ્યપૂજા કર્યા વિના મુખ મીઠું થતું નથી. નૈવેદ્યપૂજા કરીને અને અન્ય લોકોને નૈવેદ્ય જમાડીને તેનું મુખ અને સાથે જ તેઓનું દિલ મીઠું કરો.” આધ્યાત્મિક પૂજા
હે વ્રજવાસીઓ! આત્મક્ષેત્ર વૃન્દાવનમાં ઠેકાણે ઠેકાણે વૃક્ષ વાવો અને સર્વ કર્મના બંધનથી મુક્ત થવારૂપ મુક્તિફળથી મારી
For Private And Personal Use Only