________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમભક્તિને ઉપદેશ
૧૬૧ પિતાના ઘેર આવેલા અને ભોજનની માગણી કરનારાને ભોજન નહીં આપવામાં છે. સાધુ, સંત, બ્રાહ્મણ, ઋષિ, મુનિ, યેગી, જ્ઞાની અને તપસ્વી વગેરેની કૃપા અને પ્રસન્નતા મેળવવાથી મારી કૃપા મળે છે.
“આત્મજ્ઞાનદાયક ગુરુની સેવાભક્તિ કરવાથી અને સદ્ગુરુની કૃપા તેમ જ પ્રસન્નતા મેળવવાથી મારી કૃપા મળે છે. ગુરુની કૃપા અને પ્રસન્નતા તે જ મારી કૃપા અને પ્રસન્નતા છે. ગુરુને આશીર્વાદ તે જ મારો આશીર્વાદ છે. ગુરુની સેવાભક્તિ તે જ મારી સેવાભક્તિ છે, એમાં જરા માત્ર સંશય ન રાખો.
“વૃદ્ધજનોની કૃપા મેળવે. માતાપિતાની સેવા એ જ મારી સેવાભક્તિ છે. પુત્ર પર વાત્સલ્યભાવ રાખે અને તેઓને મારી સેવાભકિત શીખવો. ભૂખ્યાઓને ખવરાવવું, તરસ્યાઓને પાણી પાવું, દુઃખીઓનાં દુઃખ ટાળવાં તે જ મને નૈવેદ્ય ચઢાવવાનું ભકિતકર્મ જાણે. પિતાના હૃદયમાં થતું આર્તધ્યાન ટાળવું અને અન્ય લોકોને થતાં આધ્યાન અને રૌદ્રધ્યાન ટાળવા તે જ મારી આરતીની પૂજા છે. એવી સત્ય આરતીને ઉતારો. સર્વ જીવોનું મંગલ કરવું. પિતાના આત્માને જ્ઞાનાનંદથી મંગળરૂપ બનાવવા અને મન-વાણી-કાયાથી અશુભ કર્મો ન કરવાં એ જ જ્ઞાનરૂપ મારી મંગળદીપપૂજા છે. વિશુદ્ધ પ્રેમથી વર્તવું એ જ મંગળદીપકની મારી પૂજા જાણે. જ્ઞાનરૂપ સૂર્ય અને દર્શનરૂપ ચંદ્રને હૃદયમાં પ્રગટાવીને તે બે વડે આત્મમહાવીરની પૂજા કરો.
પ્રેમના પુષ્પ વડે અને ક્ષમાના જળ વડે સ્વાત્માની અને અન્ય લોકોની પૂજા કરે. જે લોકે પ્રેમ અને ક્ષમાથી પિતાની પૂજા કરે છે તેઓ મારી પૂજા કરે છે. વિશુદ્ધ અને સત્ય ઉપદેશરૂપ ઘંટનાદથી વિશ્વને ગજવો અને ભક્ત લોકોને જગાડો. એ જ મારી ઘંટપૂજા છે. સમતારૂપ ચંદન વડે આત્માને
For Private And Personal Use Only