________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. પ્રેમભક્તિનો ઉપદેશ
પ્રભુએ વ્રજમાં વિહાર કર્યો અને વ્રજ દેશના લોકોને શુદ્ધ પ્રેમભક્તિનો ઉપદેશ આપ્યો : “શુદ્ધ પ્રેમી અને રસિક ભક્તોના સહવાસમાં વૈકુંડ છે. મારા પ્રેમી ભક્તોના હૃદયમાં આનંદરસના સાગર ઊમટ્યા કરે છે. જે પ્રેમી નથી તે ભક્ત નથી. પ્રેમની ખુમારીમાં નિયમ નથી. શુદ્ધ પ્રેમી જ ગુરુ અને ભક્ત શિષ્ય બની શકે છે. પ્રેમ વિના જ્યાંત્યાં સ્વાર્થથી કૂરતા, હિંસા, ભીતિ, અન્યાય, જુલમ અને દુઃખની હાળીએ સળગ્યા કરે છે. શુદ્ધ પ્રેમના હૃદયમાં સદા મારો વાસ છે. પ્રેમથી દયા, ધર્મ, સેવા, ભક્તિ પ્રગટે છે.
હે વ્રજવાસીઓ ! પરમ શુદ્ધ બ્રહ્મતરંગરૂપ કૃષ્ણ છે. મારામાં શુદ્ધ પ્રેમરૂપ કૃષ્ણતરંગનો અન્તર્ભાવ થાય છે. આત્મા જ કૃષ્ણ છે અને આત્માની નિર્દોષ વૃત્તિઓ તે જ ગોપીઓ છે. મારાથી કૃષ્ણ અને ગોપીઓ અભિન્ન છે. હું શુદ્ધાત્મા મહાવીર છું. તેમાં આત્મરૂપ કૃષ્ણ અને ગોપીઓને અન્તરાત્મભાવે દેખે. હે વ્રજવાસીઓ! સર્વ જીવોમાં પ્રેમભાવ રાખો. મારા ભક્તોના રોમેરોમમાંથી શુદ્ધ પ્રેમરસ ટપક્યા કરે છે અને તેઓ સાધુસંતની સેવામાં પરમ પ્રેમથી સર્વસ્વાર્પણ કરે છે. મારા પ્રેમી ભક્તો પ્રેમદષ્ટિથી સર્વ પ્રકારના ગુણોનું સૌંદર્ય દેખે છે. મારા પ્રેમી ભક્તોના હૃદયમાં જીવતું વૈકુંઠ છે, એમ જે જાણે છે તે દેહસ્થ છતાં દેહાતીત વૈદેહ સુખને માણે છે.
“મારા ભક્તોના ભક્તોની સેવાભક્તિમાં મારી સેવાભક્તિ
For Private And Personal Use Only