________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મરાજ્ય
૧૫૭. ધનના નાશમાં શોક ન કર. વિશ્વમાં પરોપકારાર્થે સર્વ પ્રકારની લક્ષ્મી છે. તેમાં તારે એકલાનો હક નથી. આત્મજીવનથી જીવ અને બાહ્ય જીવનને સદુપયોગ કર. ધનને સદુપયોગ કર. લક્ષ્મીથી અહંકાર ન કર. લક્ષ્મી કે સત્તાને જરામાત્ર દુરુપયોગ ન કર. ધનથી અનેક પ્રકારના અનર્થ થાય છે તેનો ખ્યાલ કરી નિર્મોહ જીવન ગાળ.” એ પ્રમાણે પ્રભુએ ઉપદેશ આપી વિહાર કર્યો.
u/
For Private And Personal Use Only