________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમભકિતને ઉપદેશ
૧૫૯ છે. રાગદશા વિલય પામ્યા પછી આત્મભાવ જાગ્રત થાય છે અને તે પછી શબ્દ પ્રેમ પ્રગટે છે. તેથી સર્વ વિકલપને લય થાય છે અને ભક્તોને તેથી મહાવીર પરબ્રહ્મભાવને આવિર્ભાવ થાય છે, જ્યાં સુધી પરબ્રહ્મ મહાવીરભાવ રહે છે ત્યાં સુધી જીવતા ભક્તો મારાથી એકય અનુભવે છે અને છેવટે પિતે પરમેશ્વર બને છે. ભક્તિમાર્ગમાં વિચરે, ભક્તિને પામવામાં પહેલું ધડ પર શીર્ષ રહેતું નથી અને પ્રેમદશામાં વિઘ કરનારાં સર્વાવરણોને દૂર કરવા પડે છે. વિષયેની ભેગવૃત્તિથી રહિત બની આત્મપ્રેમથી સર્વ ભક્તો સાથે પ્રવર્તે. પહેલાં વિશુદ્ધ પ્રેમી બને અને પશ્ચાત્ અન્યના વિશુદ્ધ પ્રેમને ગ્રહ. પિતાનું સર્વ જ્યારે અન્યાભાઓ માટે સમર્પાય છે ત્યારે વિશુદ્ધ પ્રેમ પાક્યો અને ચારિત્ર પ્રગટ્યું એમ જાણે.
વિશુદ્ધ પ્રેમાગ્નિમાં કામાદિ વાસનાઓ બળીને ભસ્મ થઈ જાય છે. અશુદ્ધ પ્રેમથી મરીને શુદ્ધ પ્રેમથી જીવો. પિતાને વિશુદ્ધ પ્રેમથી ચાહનારાઓ સર્વે મારા રૂપે છે એમ જાણું તેને ચાહો અને તેઓ માટે સર્વે છે એમ માનીને તે પ્રમાણે પ્રવર્તી એટલે તમે સત્ય ભક્તિને પામ્યા છો એમ જાણો. પ્રમાત્માઓનાં હદય સદા કુમળાં અને રસવાળાં રહે છે. તમે તેવા મારા અલમસ્ત પ્રેમી બની વિશ્વમાં વર્તો. પ્રેમી ભક્તો અરસપરસ એકબીજામાં પ્રેમથી મને દેખે છે અને આનંદથી ઊભરાઈ જાય છે. સ્વાર્થાદિ સર્વ પ્રકારની ઉપાધિરહિત શુદ્ધ પ્રેમ એ જ સ્વર્ગનું સૌંદર્ય છે. નામ-રૂપ, ધર્મ-અધર્મ, વ્રત-કિયા, મત-પક્ષ, મન આદિથી જે પ્રેમ ક્ષીણ થતો નથી તે આત્મપ્રેમ છે. એવા પ્રેમને પામનારાઓ સ્વયં મહાપ્રભુ રસેશ્વર મહાવીર છે. આત્મપ્રેમીઓને અન્ય સાધનોની જરૂર નથી. આત્મપ્રેમીઓને અખિલ વિશ્વ કુટુંબ સમાન જણાય છે અને તેઓને પગલે પગલે આનંદસમાધિ મળે છે. આત્મપ્રેમીઓ જેટલા મારા નજીક અને મારા રૂપ છે તેટલા અન્ય કોઈ
For Private And Personal Use Only