________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-આત્મરાજય
૧૫૩ પર આત્મસામ્રાજ્ય સ્થાપે. પ્રકૃતિને આત્મા જ વ્યવહારનયે કર્તા, હર્તા અને ઉપગકર્તા છે. આત્મદષ્ટિથી વર્તી અને મેહદષ્ટિને સંહારો. મનમાં પ્રગટતો મેહ તે જ મહાશત્રુ છે. તેને પિતાના વિના અન્ય કેઈ નાશ કરનાર નથી. કર્મના ઉદયને સંહારકર્તા આત્મા જ મહા બળવાન છે. જે આત્માનું બળ જાગ્રત કરે છે તે વ્યક્ત મહાવીર બને છે. મારી કૃપા પામી મહાવીર બની જાઓ એટલે મહાવીરદષ્ટિથી તમને સર્વ વિશ્વમાં મહાવીરત્વ દેખાશે. આત્મમહાવીરદષ્ટિથી પિતાને દેખે.
“મનોદષ્ટિની કલ્પનાઓથી આત્મા ત્યારે છે. મનમાં ઊઠતી સર્વ કલ્પનાઓને આત્મામાં આરોપ કરે તે જ દુઃખ છે. મનમાં ઊઠતી સર્વ શુભાશુભ ક૯૫નાઓનો આત્મામાં આરેપ ન માને તે જ આત્મસુખ પામવાનું પ્રથમ ચિહ્ન છે. તમારા પર વિશ્વના સર્વ લોકો જે જે શુભાશુભ સર્વ ક૯૫નાઓનો આરોપ કરે તેથી લેપાઓ નહીં અને પિતાના આભાને એમ માને કે તે સર્વ શુભાશુભ કલ્પના અને તેનાં કર્યાવરણથી ત્યારે છે. પિતાના આત્માને કહો કે તું આકાશ પિઠે નિર્લેપ છે. આકાશમાં સર્વ જડ વસ્તુઓ છે, પણ તેથી આકાશ નિલેપ છે. તેમ આભામાં–જ્ઞાનમાં આકાશાદિ સર્વ
ને પ્રતિભાસ થાય છે, પણ વસ્તુતઃ તે નિર્લેપ છે એમ આત્માને ભાવી સર્વત્ર વર્તે એટલે સર્વ પ્રકારની લેપાદિ બ્રાંતિઓ ટળી જશે.
“તમો કોઈપણ જીવને પિતાને શત્રુ ન માને. શત્રુ વા મિત્ર પિતાને જેવો કલ્પશે તેવું વિશ્વ પણ શત્રુ વા મિત્રભાવથી દેખાશે. સર્વ વિશ્વમાં પ્રભુભાવથી વિચરો. દુઃખની કલ્પનાઓને પોતે બ્રાંતિથી ઉત્પન્ન કરી છે અને આત્મજ્ઞાનથી દુઃખની ભ્રાંતિઓનો નાશકર્તા પણ આમા પોતે જ છે. આરોપિત સર્વ જડભાવોથી પોતે નિર્લેપ બનીને વર્તી એટલે તમને જડ જગતમાં સ્વતંત્રતા પ્રાપ્ત થઈ જ એમ અનુભવ કરો. ગમે તે
For Private And Personal Use Only