________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યામ મહાવીર માર્ગથી આત્માનંદને પામે એટલે તમે મને પામ્યા જ એવી દઢ શ્રદ્ધા તમારું કલ્યાણ કરનારી છે. આત્માને આત્મભાવે માનીને વર્તે, ગ્રહણ અને ત્યાગભાવ એ બેથી આત્મધર્મ ન્યારે છે. સર્વ વિશ્વમાં જડચેતનમાં ગ્રહણ–ત્યાગની કલ્પના-બુદ્ધિ ર્યા વિના સહજ જ્ઞાનેગથી વર્તી એટલે પૂર્ણાનંદમય પોતે જ છે અને પિતેજ સર્વ વિશ્વમાં આનંદરૂપ છે એમ અનુભવશે.” શ્રીસુપાર્થસૂપ:
પ્રભુએ મથુરાનગરીવાસી લોકોને જણાવ્યું કે, “મથુરામાં હજારો વર્ષથી શ્રીસુપાર્શ્વનાથને સ્તૂપ છે તે જ્યાં સુધી વિદ્યમાન રહશે ત્યાં સુધી મથુરાનગરીમાં શાંતિ, સ્વતંત્રતા તેમ જ આર્ય વંશનું રાજ્ય અને રાજાની પરંપરા રહેશે. શ્રીસુપાર્શ્વસ્તૃપના અનેક ઉદ્ધાર થયા છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતદેવે અહીંયાં ઘણાં ચાતુર્માસ કર્યા છે. મથુરામાં કલિયુગમાં પ્રેમભક્તિવાળા ઘણા ભક્ત પ્રગટશે. કલિયુગમાં મથુરા નગરીમાં જ્યારે ભક્તિમાર્ગમાં પરિવર્તન થશે ત્યારે ત્યાં પરદેશી રક્તવણ પ્રજાનું રાજ્ય થશે. મથુરાનગરીમાં મારા અનેક ભક્તો. અને જ્ઞાની મહાત્માઓ પ્રગટશે. મથુરાનગરીમાં બાલ્યાવસ્થામાં કૃષ્ણ કીડા કરી હતી તેથી અહીં કૃષ્ણનાં સ્મારકચિહ્નો ભવિષ્યમાં પ્રગટશે.” શ્રી ગગ ગ્રષિએ કરેલી સ્તુતિ:
ગર્ગ ઋષિ વગેરે નગરષિઓએ પ્રભુની અનેક રૂપમાં સ્તવના કરી અને પ્રભુના ભક્ત બન્યા. ગર્ગ ઋષિ વગેરે ઋષિઓએ કહ્યું કે, “હે પ્રભો ! આપ જે ઉપદેશ આપે છે તે પ્રાચીન શાસ્ત્રો અને વેદ વગેરેના આધારે આપતા નથી, પરંતુ આપ આત્મામાંથી પ્રગટેલા જ્ઞાનવડે ઉપદેશ આપે છે. હે પ્રભે ! આપ કોઈના કહ્યા પ્રમાણે કહેતા નથી, પણ આપ આત્માના. સત્યજ્ઞાનથી અપૂર્વ પ્રકાશ પાડે છે. હે પ્રભો ! આપના
For Private And Personal Use Only