________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મરાજ્ય
૧૫ અને તેમાં નિલેપતા રાખ. નામરૂપ, મોહ અને કીર્તિની વાસનાથી રહિત થઈ આત્માને રાજા બનાવ એટલે વિશ્વમાં આપોઆપ સર્વ લોકો તને રાજા તરીકે માન આપશે. પશત્રુઓ પર વિજય મેળવીને મારી તરફ આવ, સર્વજાતીય કેને આભારૂપ દેખ અને સર્વમાં સમાનતા રાખી પ્રવર્ત. તમોગુણી કે રજોગુણી રાજ્યની સ્થિરતા થતી નથી. સુરી શક્તિઓને પ્રગટાવ, આસુરી શક્તિઓને દોબ અને આત્મરાજ્યની દષ્ટિથી બાહ્ય રાજ્ય કર. સર્વજાતીય પ્રજાત્વથી નૃત્વ જ્યાં અભિન્ન છે ત્યાં રાજ્યત્વ છે એમ મહેશ્રવર ! જાણ.”
પ્રભુએ મથુરાનગરીમાં જેનોને કહ્યું કે, “તમે સત્યુ રોની સંગત કરો અને નાસ્તિક લોકોથી સાવધાન થઈ પ્રવર્તે. જેઓ આત્મસામ્રાજ્યને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓની સંગતિ કરે. બાહ્ય સામ્રાજ્ય અને આત્મસામ્રાજ્યને વિવેક કરો. પિંડનું સામ્રાજ્ય ક્ષણિક છે અને આત્મસામ્રાજ્ય નિત્ય છે એમ નિશ્ચય કરો. પ્રકૃતિ સામ્રાજ્યનું વિવેકપૂર્વક અવલંબન કરીને આત્મસામ્રાજ્યના ભોક્તા બને. સ્વાધિકારે આસક્તિરહિત બની સર્વ કર્તવ્ય કર્મો કરો. ચિદાનંદમય પિતે છે એમ અધ્યાત્મજ્ઞાનથી નિશ્ચય કરી પ્રવર્તે. મોહરૂપ અંધકારમાં ન અથડાઓ. આત્મજ્ઞાનરૂપ સૂર્યને પ્રકાશ પોતાના આત્મામાંથી જ પ્રગટ થાય છે એમ અનુભવ કરો. સાધુઓ અને જ્ઞાનીઓની સંગતિ કરો. એક ક્ષણમાત્ર પણ મને હૃદયમાં અનુભવ્યા વિના તમે ન જીવો. જ્યાં મારો પ્રેમ અને મારી શ્રદ્ધા નથી ત્યાં મેહનું પ્રબળ સામ્રાજ્ય વર્તે છે. સર્વ જી પર આત્મપ્રેમ રેડે. પ્રેમ વિના હૃદયમાં આનંદરસ વહેતો નથી.
“ભવ્ય લોકે! તમે મારા સર્વ વિશ્વમાં મહિમા અનુભવો. અંતરમાં લક્ષ લગાવી ઊંડા ઊતરે અને આત્મક્ષેત્રમાં રહેલી બદીને દૂર કરો. તમારા આત્મક્ષેત્રમાં છુપાઈ રહેલી મેહની પ્રકૃતિઓને સંહારે. મેહને ઉદય પ્રગટતાં જ તેને
For Private And Personal Use Only