________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
અધ્યાત્મ મહાવીર બાહ્ય રાજય પ્રવર્તે છે, જ્યારે સદ્ગણોના બળથી આત્મરાજ્ય પ્રવર્તે છે. શસ્ત્રબળને નીતિસર ઉપયોગ થતાં સુધી બાહ્ય રાજ્યની. સ્થિરતા છે અને શસ્ત્રાદિ બળને અનીતિથી ઉપયોગ થતાં બાહ્ય રાજ્યની નષ્ટતા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર સંઘના વ્યવસ્થાપૂર્વક ચાયબળના સદુપયોગથી બાહ્ય રાજ્યમાં શાંતિ અને સુખ પ્રવર્તે છે. બ્રાહ્મણાદિ ચાર વર્ગ પૈકી એક વર્ગના બળથી વિશ્વમાં ધૂતા રાજ્ય ટકી શકતું નથી અને કોઈ રાજા પણ ટકી શક્તો નથી. આત્મા શરીરમાં રહીને પિતાને ધારે તે રાજ્યકર્તા બનાવી શકે છે. રાજાપણું અંતરમાં છે. તેને પ્રગટ કર. સ્વપ્નસમાન ક્ષણિક રાજ્યની અને રાજાની બ્રાંતિને દૂર કર. અંતરમાં આત્મરાજ્ય પ્રાપ્ત કરવામાં મેહશત્રુઓને પહેલાં માર. જેનામાં આન્તરશત્રુઓને મારવાની શક્તિ, માટે આત્મવિશ્વાસ અને પ્રીતિ છે તે આત્મસમ્રાટ થાય છે. આત્માનું સામ્રાજ્ય થતાં હદયમાં રહેલા દુષ્ટ શત્રુઓ નષ્ટ થાય. છે. આત્મસામ્રાજ્ય પ્રાપ્ત કર્યા પછી સેવક અને ઈશ્વરનો ભેદ રહેતો નથી. આત્મસામ્રાજ્ય પ્રતિ ગમન કરતાં સ્કૂલ દેહના વિનાશને એક અંશમાત્ર ભય કે મેહ ન કરે.
આત્મસામ્રાજ્યના સમ્રાટ બનવામાં સત્ય સમાનતા, દયા, ફામા, પ્રેમ, જ્ઞાન અને ભક્તિની જરૂર છે. તેના દિવ્ય પ્રદેશમાં મારામાં અને તમારામાં ભેદ રહેતો નથી. પિતાના કરતાં અન્ય મનુષ્યોને નીચા માની તેઓ પર રાજ્ય કરનાર નીચ બને છે. તે આત્માના સામ્રાજ્યથી વિમુખ બને છે. મનની ગતિને અવળા માર્ગમાં જતી રક. પ્રથમ પિતાના મન પર રાજ્ય કરતાં શીખ. પ્રથમ પિતાના મન પર હકમ ચલાવ. પ્રથમ પિતાને જાણ, પશ્ચાત અન્યને તું સન્માર્ગ દેખાડી શકીશ. સર્વ પ્રકારની વૃત્તિઓ પર જે કાબૂ મૂકે છે તે રાજા બને છે. વિશ્વને આત્મરૂપ માનીને પ્રવર્તનાર વિશ્વને રાજા છે. અલપ દોષ અને મહા ધર્મ કરવાની વિવેકદષ્ટિથી બાહ્યરાજ્યનાં સૂત્રોને પ્રવર્તાવ
For Private And Personal Use Only