________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મરાજ્ય
૧૪૯ રાજ્ય છે અને તેથી આગળના આત્માના ચિદાનંદમય પ્રદેશમાં લયલીન થતાં આત્મરાજ્ય છે. એ રાજ્ય પ્રાપ્ત કરનારાઓ સ્થૂલરાજ્યના ન્યાયથી વહીવટ કરનારાઓ બને છે. સૂક્ષ્મ રાજ્યની અસર વિશ્વવતી પિંડ અને બ્રહ્માંડરૂપ સ્કૂલ રાજ્ય પર થાય છે. પિંડરાજ્યની અસર બ્રહ્માંડના રાજ્ય પર થાય છે અને બ્રહ્માંડના
સ્થૂલ સૂક્ષ્મ રાજ્યની અસર વેગથી પિંડરાજ્ય પર થાય છે. શરીરરાજ્યની અસર મન પર થાય છે અને મનોરાજ્યની અસર દેહઈન્દ્રિયરાજ્ય પર થાય છે. વ્યક્તિરાજ્યની અસર આખા સમષ્ટિરાજ્ય પર થાય છે અને સમષ્ટિરાજ્યની અસર એક વ્યક્તિ પર થાય છે. બાહ્ય રાજ્યમાં રાજા, પ્રધાન આદિ વ્યવસ્થાપકોની જરૂર છે; આંતરરાજ્યમાં આત્મા જ રાજા છે. આંતરરાજ્ય સહિત બાહ્ય રાજ્યથી શાંતિ, સુખ અને સમૃદ્ધિ છે. તે મહેશ્રવર ! રાજ્ય અને રાજાને જ્યાં અભેદ છે એવા રાજ્યમાં પ્રવેશ કરી આત્મરાજા થા. ગુલામ પર રાજ્ય કરનાર રાજા નથી, પણ તે ગુલામેનો ગુલામ છે.
“આંધ્રદેશના રુદ્રાદિત્યને મારી કૃપાથી આત્મરાજ્યનું દર્શન થયું છે. તે પ્રતિદિન આત્મરાજા બનતો જાય છે. આત્મરાજા તરીકે પોતાને તથા વિશ્વના લેકોને જાણીને સર્વ વિશ્વમાં આત્મરાજ્ય પ્રવર્તાવ. ઈશ્વર બનેલે ઈશ્વરને દેખી શકે છે તેમ તું આત્માને દેખી આત્મરાજ્યસત્તાને પ્રવર્તાવ. જે પિતાને ચાહતું નથી તેના પર નામનું જ રાજ્ય છે. જેઓ પોતાને ચાહે છે ત્યાં જ રાજ્ય છે. જેઓ પોતાને મનના તાબામાં રાખે છે તેઓ આત્મસામ્રાજ્યના રાજા નથી. રાજા થાઓ અને લોકોને રાજાઓ કરો. સ્વતંત્ર થાઓ અને અન્યને સ્વતંત્ર કરે. નિર્બળને રાજ્યસત્તા મળતી નથી.
આત્માના અવિશ્રવાસીને આત્માનું રાજ્ય નથી. આત્મરાજયમાં જડ વસ્તુની ભીખ માગનારા ગુલામને વાસ નથી. શસ્ત્રોના બળથી મેળવેલું બાહ્ય રાજ્ય ક્ષણિક છે. શાસ્ત્રાદિ બળથી
For Private And Personal Use Only