________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મરાજ્ય
૧૪૭ આત્મરાજ્યમાં વર્ણ, જાતિ કે લિંગને ભેદ નથી. દેશાદિક ઉપાધિના અનેક કલેશોથી આત્મરાજ્ય દૂર છે. આત્મરાજ્ય પામ્યા બાદ કોઈ રાજ્ય પામવાનું બાકી રહેતું નથી. આત્મરાજ્યમાં ધર્મભેદ નથી. આત્મરાજ્યમાં અનંત જ્ઞાન અને અનંત આનંદ સદાકાળ છે. આત્મજ્ઞાન પામ્યા પછી આત્મરાજ્યની પ્રાપ્તિ થાય છે. આમરાજ્ય તે જ સર્વ વિશ્વ પર અખંડ અને નિત્ય કરાય છે. આમરાજ્ય તે જ સર્વ રાજ્ય પર પ્રકાશનું મારું રાજ્ય છે. આમ રાજ્યમાં જન્મ–જરા-મરણ નથી. સર્વ પ્રકાર
ની ભીતિ, શાક, ચિંતા અને ભેદરહિત આત્મરાજ્ય છે. આત્મરાજ્યની ઠેઠ નજીક આવેલા મનુષ્યો પ્રથમ નિત્યાનંદનો અનુ ભવ ગ્રહણ કરે છે. આમરાજ્યને પામેલાઓ બાહ્ય રાજ્યોને ક્ષણિક સમજે છે અને તેમાં આસક્તિથી બંધાતા નથી. આત્મરાજ્યમાં મનમેહનો નાશ થવાથી અનંત શક્તિઓ ખીલે છે. આત્મરાજ્યમાં પ્રવેશ પામેલા સર્વ લેક રાજાઓના રાજા અને મહારાજ છે. આતમરાજ્ય પ્રાપ્ત કરતાંની સાથે સર્વ પ્રકારનાં દુઃખને અંત આવે છે.
આત્મરાજ્યમાં પ્રવેશ કરનારા પ્રથમ વિશુદ્ધ પ્રેમ ધારણ કરે છે. એમાં એકાત્મભાવનાવાળા પ્રેમગીઓ પ્રવેશ કરે છે ત્યારે તેમનામાં માન, અપમાન કે તિરસ્કારની વૃત્તિ રહેતી નથી. આત્મરાજ્યમાં પરમભાવનો મેઘ વર્ષે છે, સમતાનો શીતલવાયુ વાય છે, જ્ઞાનસૂર્ય તપે છે. એ રાજ્યની પૃથ્વી પરમ ક્ષમા છે. તેમાં શાંતિ જળના દરિયા, નદીઓ, સરોવરો અને ફૂપ છે. તેમાં અજ્ઞાનરૂપ અંધકાર નથી, આહાસ્ય અને મેહરૂપ શત્રુઓ નથી, અશાંતિ, ચંચલતા લાવનાર પ્રવૃત્તિ નથી. કામવાસના, આશા, લાભ, અહંકાર વગેરે ચોરો નથી. આત્મરાજ્યમાં દેહાધ્યાસની વૃત્તિ રહેતી નથી. જ્ઞાનરૂપ ચક્ષુથી એને દેખી શકાય છે. તેમાં પરતંત્રતા નથી. મહેધરસેન રાજન્ ! એવા આત્મરાજ્યને તું પ્રાપ્ત કર.”
For Private And Personal Use Only