________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
અધ્યાત્મ મહાવીર ઈન્દ્રિયે, મન અને દેહ પર રાજ્ય કરી શકતો નથી તે અન્ય મનુષ્યોને સાત્વિક રાજ્યના અનુયાયી બનાવી શકતો નથી, તે આત્માનું ખરું રાજ્ય પ્રાપ્ત કરી શકતો નથી. આત્મરાજ્ય વિનાનું બાહ્ય રાજ્ય તે મડદાં પર રાજ્ય ચલાવવા જેવું રાજ્ય છે. જેમાં અન્ય પર દયા, ક્ષમા, પ્રેમ, ઔદાર્ય, આત્મભાવ રાખવા સમર્થ નથી. તેઓ અન્ય લેકેનું કલ્યાણ કરવા સમર્થ થતા નથી. સગુણોના ભંડાર બન્યા વિના અન્ય લોકો પર શસ્ત્રથી રાજ્ય કરવું તે વીજળીના જેવું ક્ષણિક છે. જેઓ અન્ય લેકોને ગુલામ કરીને તેઓ પર રાજ્ય ચલાવે છે, તેઓની વંશપરંપરામાં ગુલામી ઊતરે છે. લેક પર પ્રેમ, ન્યાય, દયા, દાન, દમ અને સેવાભાવથી વર્તવામાં રાજ્ય અખંડ રહે છે. જે રાજાઓ મારા ઉપદેશ પ્રમાણે વર્તતા નથી અને તમોગુણી કે રજોગુણી ગુણકર્મોથી બાહ્ય રાજ્ય ચલાવવા પ્રયત્ન કરે છે તેઓને રાજ્યને મેગ્ય ગુણ વિનાના નામમાત્રથી રાજા જાણવા. સર્વ લોકેાની સાથે સમાનતા અને એકતા રાખીને સર્વ લોકોના ભલામાં અભેદભાવથી વર્ત વામાં અને તેનું રક્ષણ કરતાં મારવામાં સત્ય રાજાપણું રહેલું છે. દેશ અને કાળ અનુસારે સ્વાશ્રયથી જીવન નભાવવામાં અને પરાશ્રયી ન થવામાં સત્ય બાહ્ય સામ્રાજ્યનું સમ્રાટ પ્રાપ્ત કરવા સર્વ લેકોનો અધિકાર છે. જે અંતરમાં સ્વરાજ્ય પ્રગટ કરે છે તે સ્વતંત્ર રાજા છે. સર્વ લેકમાં સ્વતંત રાજાપણું રહેલું છે. આત્મિક સ્વરાજ્ય એ જ સત્ય સામ્રાજ્ય છે. અન્ય પર હુકમ ચલાવતાં પહેલાં પોતાના મન પર અને દેહ પર હુકમ ચલાવે. જેઓ દુર્ગુણ અને વ્યસનના ગુલામ બન્યા છે તેઓને સ્વતંત્ર કરવામાં પ્રેમ અને શ્રદ્ધાથી પ્રવર્તે. વ્યસન અને દુર્ગુણના ત્યાગમાં સર્વ વિશ્વનું સામ્રાજ્ય રહેલું છે. વ્યસન અને દુર્ગુણના ત્યાગથી આગળ વધીને કષાયોનો ત્યાગ કરી આત્મરાજ્ય પ્રાપ્ત કર.
For Private And Personal Use Only