________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
અધ્યાત્મ મહાવીર સ્યાદ્વાદદષ્ટિએ આપનું અને કાપેક્ષાએ અનંતધર્માત્મક સ્વરૂપ છે. અનંતગુણપર્યાયરૂપ એવા આપના તાબે રહેલું વિશ્વ ક્ષણે ક્ષણે ઉત્પાદ અને વ્યયવાળું બન્યા કરે છે અને દ્રવ્યથી ધ્રૌવ્યસ્વરૂપે સદા રહ્યા કરે છે. અનંત ચમત્કારના સાગર એવા આપને જે આત્મસ્વરૂપથી માને છે અને ભજે છે તે પણ અનંત ચમત્કારરૂપ બને છે.
હે પ્રભો! આપનું અનંત પ્રકારનું સ્વરૂપ છે. તેમાંથી જેને જેટલું સમજાય છે કે અનુભવાય છે તેટલું તે માને છે અને અનુભવે છે. તેથી મનુષ્યમાં આપના અનંત પ્રકારના સ્વરૂપના અનંત પ્રકારે જુદા જુદા અનુભવે છદ્મસ્થાવસ્થામાં થાય છે અને કેવળજ્ઞાન થતાં સર્વ પ્રકારનાં જ્ઞાનાવરણનો નાશ થવાથી સર્વ અભેદજ્ઞાનીઓ બને છે. કેવળજ્ઞાન થતાં આપના સ્વરૂપમાં સર્વ જ્ઞાનીઓને એકસરખો નિશ્ચય વર્તે છે. હે પ્રભો ! સવિકલ્પ દશામાં આપનું સવિકલ્પ સ્વરૂપ અનુભવાય છે અને આપનું નિર્વિકલ્પ દશામાં નિર્વિકલ્પ સ્વરૂપ અનુભવાય છે.
હે પરબ્રહ્મ મહાવીર પ્રભે ! અનેક મત, પંથ કે સંપ્રદાય તથા કર્મ, જ્ઞાન, ભક્તિ આદિ ભેગમાર્ગમાં વિચરનારા અનેક ભક્ત એગીએ આપના સ્વરૂપને પામે છે. અસંખ્ય યોગોથી મુક્તિ પ્રાપ્ત થવાનું આપે જણાવીને અસંખ્ય ગેનું એક ફળ દર્શાવ્યું છે. હે પ્રભો ! આપની આજ્ઞા પ્રમાણે કલિયુગમાં જૈન ધર્મની સેવા કરીશ. આપના બાહ્યાંતર સ્વરૂપરૂપ જૈનધર્મથી મારો આત્મા અને સર્વ આત્માઓ અભિન્ન છે, અને સર્વ આત્માએથી અનેકાંતનયદષ્ટિએ આપ ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. હે પરમેશ્વર! આપ સર્વ વિશ્વમાં સત્તાનયદષ્ટિએ છે. અનંત ગુણપર્યાય અને અનંત ભિન્નભિન્ન ધર્મના ધારક એવા આપને હું ભક્ત છું. હે પ્રભે ! આપની આજ્ઞા પ્રમાણે વર્તવામાં ધર્મ છે. હે પરમેશ્વર ! આપનાં સર્વ ઈવરી નામરૂપમાં આપનું મહાવીર નામરૂપ અનંતગણું ફલપ્રદ છે.”
For Private And Personal Use Only