________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમાનું સ્વરૂપે
૧૪૩ શાંતિના સામ્રાજ્યનું સ્થાપન કરશે. સર્વ લોકોને કાશીમાંથી વિદ્યાના સંદેશા મળશે. સર્વ લોકોનું આસ્તિકત્વ રક્ષનાર કાશી જીવતી સ્વર્ગ પુરી જેવી શોભશે. કાશીનગરીમાં જ્યાં સુધી મારી આજ્ઞાઓનું પાલન થશે અને ભક્તિ જીવતી રહેશે ત્યાં સુધી તે સર્વ નગરીઓમાં વિદ્યાથી શ્રેષ્ઠ તરીકે શભશે.”
કાશીના સર્વ લોકોએ પ્રભુનું શરણ સ્વીકાર્યું. પ્રભુએ સર્વ લોકોને ઉદ્ધાર કર્યો. કોથમી ઋષિની સ્તુતિઃ
હિમાલય પર્વતમાં વાસ કરનાર એવા કૌથુમી ઋષિએ પ્રભુનું શરણ સ્વીકાર્યું. પ્રભુએ કૌથુમીને સર્વ વિશ્વમાં પિતાનું પરમેશ્વરપણું દર્શાવ્યું અને કલિયુગમાં જૈનાચાર્યોમાં પ્રવેશ પામીને અલૌકિક અને દિવ્ય શક્તિઓની પ્રેરણા કરવાની આજ્ઞા કરી. દિવ્ય શરીરથી હિમાલયમાં વાસ કરવાની આજ્ઞા આપી. પિતાની સર્વે ઈશ્વરી આજ્ઞાઓને જણાવી.
કૌથુમી ઋષિએ પ્રભુ મહાવીરદેવની અત્યંત સ્તુતિ કરી: “હે પ્રભો ! અનેક ભવનાં તપથી આપનાં સાકાર દર્શન થયાં. આપ પરબ્રહ્મરૂપ મહાસાગરમાં અનેક પર્યાયરૂપ મહાવતારેથી સર્વથા અભિન્ન છે. જ્યારે વિશ્વમાં અધર્મ અને જડવાદનું તથા દુષ્ટ મહી લોકોનું જોર વધે છે ત્યારે આપનો ઈશ્વરીપર્યાય પ્રગટે છે. હે પ્રભો ! આપની અનંત શક્તિઓનો પાર પામી શકાય તેમ નથી. હે પ્રભે! આપની આજ્ઞા પ્રમાણે સર્વ ઋષિઓ અને મહાત્માઓ સર્વ વિશ્વમાં જ્યાંત્યાં પ્રવૃત્તિ કરી રહ્યા છે. આપની આજ્ઞા પ્રમાણે સર્વ વિવમાં સર્વજાતીય પરિવર્તન થયા કરે છે. હે પ્રભો ! આપના અનંત શક્તિરૂપ સાગરમાં ભક્તોનાં મન જે જે અંશે શ્રદ્ધા અને પ્રેમથી લયલીન થાય છે તે તે અંશે તેઓ આત્મશક્તિઓને પ્રગટાવે છે. અનંત નામે અને અનંત રૂપે આપ પ્રભુ છે.
For Private And Personal Use Only