________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧.
આત્માનું સ્વરૂપ સત્ય નથી ત્યાં હું નથી. અસત્યનું અવલંબન કરી લક્ષ્મી, સત્તા, રાજ્યને મેળવનારાઓ વસ્તુતઃ દુઃખી, મરેલા, અજ્ઞ જીવે છે. અસત્યથી જીવન નથી અને સત્યથી મરણ નથી. જીવવાનું હેય ત્યાં જીવીને વર્તો અને મરવાનું હોય ત્યાં મરે. જીવવાના વખતે જીવી જાણે અને મરવાના વખતે મરી જાણે.
મારા પર શ્રદ્ધા અને પ્રેમનું સ્વાર્પણ કરીને ધર્મમાર્ગમાં સત્ય ડગલું ભરવા સમર્થ થશે. શ્રદ્ધા અને પ્રેમ વિના ડગલે ડગલે દુઃખ ને મરણ છે. કાશીવાસી લેકે! મારા ઉપદેશ પ્રમાણે વતી મારા જીવનને પામે અને અનંત સુખમાં લયલીન થાઓ. આત્મામાં મને મારી દે અને મનની સર્વ કપેલી સૂક્ષમ– સ્કૂલ સૃષ્ટિમાં શૂન્યપણું દેખે, અસપણું દેખે અને આત્માને સત્ દેખે. જે વિચાર કરવાથી કંઈ ફળ નથી તેવા વિચારો ન કરે. આત્માની અનંત શક્તિઓ પ્રગટે એવાં શ્રદ્ધા, પ્રેમ, સંયમ અને ચારિત્રબળને સે. એ જ તમારા સત્ય સુખની કુંચી છે.
સર્વ વિશ્વના સર્વ યોગીઓ, મહાત્માઓ, ઋષિઓ ભક્તો મારામાં લીન થઈને અનેક શક્તિઓને આવિર્ભાવ કરે છે. ચિદાનંદમય મારા સ્વરૂપમાં લીન થયેલાઓને બાહ્ય વિશ્વનું સાધક દશામાં કઈ વખત ભાન રહેતું નથી અને કોઈ વખત ભાન રહે છે. મહાત્માઓ મનને મારામાં લીન કરીને મારા સ્વરૂપી બને છે. કાશીસ્થ અને કાશીદેશીય ભક્તો! તમે, સર્વત્ર ચિદાનંદરૂપ મને દેખે અને સર્વ વિશ્વમાં ખાતાં-પીતાં, હરતાં-ફરતાં, કામકાજ કરતાં મારી શ્રદ્ધા અને પ્રેમથી આનંદમાં મસ્ત રહો. સ્વાધિકારે સર્વ કર્તા વ્યકર્મો કરો અને સર્વ કર્તવ્યકર્મોમાં મને સ્થાપી પ્રવર્તે.”
આમ અનેક પ્રકારના સદુપદેશથી સર્વ લોકોને પ્રતિબોધી પ્રભુએ અનેક જડભાવે મરેલાઓને જાગ્રત કર્યા તથા હજારે
For Private And Personal Use Only