________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
અધ્યાત્મ મહાવીર છતાં અસંગ્રહકર્તા છે. પહેલું સેવકપણું કરીને પશ્ચાત્ સ્વામી બને. સર્વ વિશ્વ તમારે માટે છે અને તમારું સર્વ વિશ્વને માટે છે અને તે નૈસગિક રીતે છે એવું જાણીને હે મારા ભક્તો! હૃદયથી પ્રવર્તે.
“આ સર્વ વિશ્વને આત્મા માટે જાણો. આત્માથી વિવ છે. વિશ્વનું અને આત્માનું એક્ય અનુભવી તમે અભેદમાર્ગમાં વિચરે. વ્યવસ્થાપૂર્વક વર્તો. આત્માની શક્તિઓ પ્રગટાવે. જ્યારે ત્યારે પણ પોતાની શક્તિઓ પ્રગટાવ્યાથી પોતાનો ઉદ્ધાર થવાને છે, પણ રાંકડું મુખ કરીને યાચના કરવાથી અને આળસુ રહેવાથી પોતાનો ઉદ્ધાર થવાનું નથી. સકિય મન-વાણું–કાયાવાળાને મારી સહાય છે, પરંતુ અકિયને તો અક્રિયતામાં સહાય છે. નકામાં સુખનાં બાહ્ય જડ સાધને વધારીને પરાશ્રયી અને જડતત્ત્વના ગુલામ ન બને. જડ પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન કરો અને જડ પદાર્થમાં ન મૂંઝાઓ. ભ્રાંતિથી સુખનાં જે જે સાધન કો છે તેમાં મનની કલપનાથી બંધાઈને તમે પોતે પોતાના હાથે નરક વહોરી લે છે. સુખનાં સાધનની ઉપાધિ ઓછી કરી સ્વતંત્ર થાઓ. સ્વતંત્રતાથી જ્યાંત્યાં ફરો અને બકવાદ છાંડી કર્તવ્યપરાયણ રહો.
“દુનિયાદારી લોકોના દરેક વિચારની પરીક્ષા કરો અને સત્ય લાગે તેને સત્ય માને અને અસત્ય લાગે તેને અસત્ય માનો. મારા અનેક પ્રકારના સદુપદેશમાં જિનધર્મત્વ અને જૈન ધર્મત્વ છે. સંપૂર્ણ સત્યનો પ્રકાશક હું છું. અસત્ય પર દ્વેષ કરવાથી અસત્ય નષ્ટ થતું નથી, પણ સત્ય પ્રકાશ કરવાથી અસત્ય રહેતું નથી. અસત્યના કરતાં સત્યમાં અનંતગણું બળ છે માટે સત્યની દૃષ્ટિથી સત્ય ગ્રહી વર્તો. સત્યને ભય નથી. સત્યવક્તાઓને પ્રશંસો અને તેઓને સહાય આપો. હદયમાંથી સત્ય પ્રગટે છે. સર્વથા સત્યને અવલંબે. જે રીતરિવાજોમાં સત્ય ન હોય તે રીતરિવાજો મરેલા જાણે. જ્યાં સત્ય છે ત્યાં હું છું. જ્યાં
For Private And Personal Use Only