________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
અધ્યામ મહાવીર વિશ્વમાં આત્મબળનું સામ્રાજ્ય પ્રકાશિત રહે એવી વ્યવસ્થાથી વર્તો.
સર્વ વિશ્વ મારું છે અને સર્વે લેકે મારા છે–એમ સર્વમાં મારાપણાની બુદ્ધિથી વર્તો. જે લેકે મારી આજ્ઞા પ્રમાણે વર્તતા નથી તેઓ અધમી બનીને પિતાના હાથે પિતાને નાશ કરે છે. તેવા લોકો પર સદ્ભાવ રાખો અને તેઓને વિદ્યાર્થીઓની પેઠે શિક્ષણ આપે. આત્માના ગુણે અને આત્મસુખને દૂર કરી જડ વસ્તુઓ, કે જે લક્ષ્મીરૂપ કલ્પવામાં આવે છે, તેને તેમ જ વૈભવ અને બાહ્ય સુખનાં સાધનો વડે સુખ ભોગવવા જેઓ જડ રાજ્યનો આશ્રય લે છે તેઓની બાહ્ય સામ્રાજ્યની ગમે તેટલી ઉન્નતિ હોય તો પણ અ૫ વર્ષોમાં તે નાશ પામે છે અને તેઓની વંશપરંપરા છેવટે ગુલામ બને છે. આ બાબતને તેઓ જાણી શકતા નથી. આત્મસામ્રાજ્ય પર ઊભા રહીને જડ પ્રકૃતિ સામ્રાજ્યની નીતિપૂર્વક વ્યવસ્થા કરનારાઓ ચડતી પામે છે અને અન્ય લોકોને શાન્તિ આપવાના અધિકારી બને છે. આત્મસામ્રાજ્યને હદયમાં સ્થાપિ અને તેના બળપૂર્વક બાહ્ય સામ્રાજ્યથી વર્તો. સર્વ લેકની સાથે એકાત્મ બનીને વર્તી એટલે તમે સાત્વિક સામ્રાજ્યના અધિષ્ઠાતા બનશે. તમે પ્રથમ આત્મવિશ્વાસ અને પ્રેમથી પિંડમાં સાત્વિક સામ્રાજ્ય સ્થાપે. સ્વતંત્ર અને સ્વાશ્રયી બનેલા એક આત્મા સર્વ વિશ્વને સાત્વિક બનાવે છે.
આત્મરાજય પામ્યાથી વિશ્વરાજા બનવાના–એવી શ્રદ્ધા અને પ્રીતિથી આત્મરાજ્ય પામે. આત્મસામ્રાજ્ય ખીલવવા માટે બાહ્ય રાજ્યની ઉપગિતા છે. આત્મસામ્રાજ્યમાં બાહ્ય સામ્રાજ્ય સમાઈ જાય છે. વિશ્વના સર્વ લોકોને એકસરખી રીતે ભેજન, જળ મળે અને સર્વ જીવોનું સ્વાતંત્ર્ય જળવાય એવા બાહ્ય સામ્રાજ્યની ઉપયોગિતા છે. પ્રજા પ્રજા વચ્ચે મતભેદ ન રાખે. સર્વ પ્રજામાં આત્મભાવ ધારણ કરો. કોઈના જીવન પર અન્યાયથી હમલે ન કરો. વિશ્વમાં સર્વ જીવોને જીવવાને એકસરખે હક છે.
For Private And Personal Use Only