________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૧૩૭ અને પ્રકૃતિમાં આત્મબુદ્ધિ ન ધારે, પણ પ્રકૃતિમાં આત્મભાવ સ્થાપીને વર્તે કે જેથી પ્રકૃતિનું આકર્ષણ થઈ શકે નહીં અને શરીર-રૂપાદિ પર હવૃત્તિ થાય નહીં. આત્મભાવના એટલી બધી વધી જવી જોઈએ કે તેથી માયાની વૃત્તિને સર્વથા નાશ ઘાય. વ્યાવહારિક-ધાર્મિક સર્વ કાર્યો કરવામાં આત્માના વિવેકજ્ઞાનથી વર્તો. તમે આત્મા છે. જ્યાં જ્યાં ભય, દુઃખ, કર્મબંધ થતાં દેખે ત્યાં આત્મભાવથી વર્તે. સૂર્યના પ્રકાશ આગળ તમ રહેતું નથી, તેમ આત્મબુદ્ધિ આગળ કર્મબંધ રહેતો નથી કે મેહરૂપ તમ રહેતું નથી. માટે આત્મબુદ્ધિથી વર્તો.
“મારા પર વિશ્વાસ અને પ્રેમના ધારક તમે લેકે સત્કાર્યો કરે, પારમાર્થિક કાર્યો કરો. શત્રુઓ પર ઉપકાર કરવામાં આત્મભોગ આપો. પારમાર્થિક કાર્યો કરનારાઓને પૂજે, સે અને તેઓને માન તેમ જ ઉત્સાહથી વધાવો. પારમાર્થિક વિચારે કરો અને પારમાર્થિક કાર્યો કરનારાઓને મન, વાણી, કાયાથી સહાયક બને. ભેદભાવ રાખ્યા વિના સર્વ જીવોનું ભલું કરો. સર્વ જીવો તમારા છે અને તમે સર્વ જીવના છે. સર્વજાતીય લેકેની સ્વતંત્રતાને હરે નહીં અને તમારી સ્વતંત્રતાને અન્ય લેક હરવા ચાહે તો તમારી સ્વતંત્રતાને કરોડો ઉપાયોથી ર. ધન અને સત્તાના મેહથી કે લાંચ અને ખોટા માનથી લલચાઈ આત્માની પ્રભુતાને વેચો નહીં. ધર્મને વેચી સુખી થવાના મોહના તાબે ન થાઓ. જડ ધન અને પરસ્ત્રીના રૂપમેહથી મને ત્યજી મેહના ગુલામ અને પરતંત્ર બનશે નહીં. જડ લક્ષ્મી, ભૂમિ કે રાજ્યના લોભથી અન્ય દેશીય લેકની હિંસા ન કરો અને જડ લક્ષ્મી, ભૂમિ કે રાજ્યના મેહથી અન્ય વણીય પ્રજાઓ તમારી હિંસા કરવા પ્રવૃત્ત થાય તો સર્વપ્રજા સર્વ પ્રકારના સંઘબળથી તથા ઐક્યથી તે લોકોને શિક્ષા કરો અને મોહરૂપ પશુબળને દાબી દો. તમે સત્ય, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા, આત્મધર્મ તેમ જ કર્તવ્યરૂપ આત્મબળને સર્વત્ર પ્રકાશ કરે અને સવા
For Private And Personal Use Only