________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૧૩૫ નથી તે તમને દુનિયા આપી શકનાર નથી, માટે આત્મામાં સર્વ છે અને તે આત્મામાંથી પ્રગટ થાય છે એવા વિશ્વાસ અને પ્રેમથી પ્રવર્તે. તમે પિતાને ચાહો એટલે તમને દુનિયા ચાહશે. તમે પિતાને ધિકકારશે તો દુનિયા તમને ધિક્કારશે. તમે પિતાને પ્રભુ જાણું તે પ્રમાણે પ્રવર્તશે તે દુનિયામાંથી તમે તમારા પ્રતિ તેવો ઘોષ (અવાજ) જાહેર થયેલે જાણશે. જો તમે પોતાના આત્માને અસાર દેખશે તો તેનું ફળ તેવું પામશો. આત્મારૂપ પરમેશ્વર તમે પોતે છે. તે પ્રતિ તમારું મન જેવા ભાવથી વર્તશે તેવા ફળને મનથી અનુભવશે. તમારે આત્મા એ જ પરમાત્મા છે, તે મહાવીર પરબ્રહ્મ છે. તેની આજ્ઞા તે જ મારી આજ્ઞા અને મારી પ્રેરણા તે જ તેની પ્રેરણા છે. આત્માની સત્ય પ્રેરણુઓને આચારમાં મૂકે.
“તમારા આત્માને વિશ્વાસ તે જ મારો વિશ્વાસ છે. તમે ભેદભાવને ભૂલીને અભેદભાવે વર્તો. ભેદથી સ્વાર્થ, કલેશ, અવિશ્વાસ, અશ્રદ્ધા અને પ્રેમ વધે છે. તમે સર્વ જી સાથે ભેદથી વર્તશે તે તમે ભેદના ફળને પામશે અને વિશ્વ સાથે અભેદભાવે જેમ જેમ પ્રવર્તશે તેમ તેમ તમે મારી સાથે ઠેઠ નજીક આવી, તન્મય બની અને અભેદભાવને પામી પરમાત્મા બનશે એમાં લેશમાત્ર શંકા ન રાખો. મારા પ્રતિ અને મારા ઉપદેશ પ્રતિ લેશમાત્ર સંશય રાખીને પ્રવર્તશે તો તમારી ઉન્નતિથી ભ્રષ્ટ થશે. માટે નિઃસંશય બની પ્રવર્તે. નાસ્તિક અને પાખંડીઓના નાસ્તિકવાદથી દૂર રહી શ્રદ્ધા અને પ્રેમથી પિંડમાં રહેલા બ્રહ્માંડમાં પ્રવર્તે.
“આત્મબળથી સર્વ લોકેનું હિત કરે અને પશુબલને દુરુપયોગ કદાપિ પ્રાણ જતાં પણ ન કરો. અસત્ય પ્રપંચથી જીવનને નિર્માલ્ય અને ટૂંકુ ન કરો. સર્વ જીવોના ભલામાં લક્ષ્મી, વિદ્યા, સત્તાનો ઉપયોગ કરે. કાશીવાસી લોકે! તમો તમારું પ્રભુમય જીવન ગાળો અને અન્યને પ્રભુમય જીવનની પ્રેરણા
For Private And Personal Use Only