________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
અધ્યાત્મ મહાવીર લેંકેના પ્રતિ જેવા થશે તેવું ફળ પામશે. અન્ય લોકોનું સ્વાતંત્ર્ય હરવાની સાથે તમારું સ્વાતંત્ર્ય હરાશે. અન્ય લેકોમાં તમે પ્રભુતા દેખો. પ્રેમથી સર્વ વિશ્વને ચાહો. પ્રેમને ઉત્તર પ્રેમ છે અને વૈરને ઉત્તર વૈર છે. સર્વ વિશ્વમાં એકાત્મા થઈને વ. તમારા પ્રતિ જગત એકાત્મા થઈને વર્તે અગર ન વર્તે તેની લેશમાત્ર દરકાર તમે ન કરો. તમે મારા પર પૂર્ણ પ્રેમ અને વિશ્વાસથી—“વિશ્વ તે હું છું” એવા એકાત્મભાવથી. વતી આનંદી બનો.
કઈ પિતાના પ્રતિ અશ્રદ્ધા તિરસ્કાર, શત્રુભાવથી વર્તે તોપણ તેઓની ખરાબ ભાવના પ્રતિ લક્ષ ન રાખો. તમે તમારી સારી ભાવનાને તેઓ પ્રતિ પ્રેરો અને તેમાં જે જે અંશે. ગુણ વિકસ્યા હોય તેઓને અનુમોદે. દુનિયાના લેક પિતાની પ્રશંસા કરે એવા ભાવને હૃદયમાં સ્થાન ન આપે. તમે વિવા પર સારી ભાવનાઓ પ્રેરો અને સવર્તનથી વર્તો. વિવના. લોકોની પ્રશંસાની દરકાર ન રાખે, પણ મારા ઉપદેશ પ્રમાણે વતીને મારામાં મન રાખો. તમારા વિચારોને પોતે પ્રોત્સાહન આપો. તમે તમારી ખરી રીતે જેટલી કિંમત અંકે છે તેટલી મારા મન અને આત્માથી અજ્ઞ જેવો કિંમત આંકી શકતા નથી. પિતાના વિચાર-વર્તન માટે અન્ય લોકોના શુભાશુભ અભિપ્રાય સાંભળવાથી નિર્લેપ રહો. તમે ફક્ત મારામાં વિશ્રવાસ અને પ્રેમ રાખીને મારામાં નિમગ્ન રહો અને મારી. આજ્ઞા પ્રમાણે વર્તો. અન્ય લોકો તરફથી તમો માન, કીતિ, પ્રતિષ્ઠા, યશ મળે તેવી બુદ્ધિ રાખ્યા વિના પોતાનામાં પહેલાંથી માન, પ્રતિષ્ઠા, કીર્તિ છે એવું માની પ્રવર્તે. દુનિયાના ક્ષણિક માનની સાથે અપમાન છે એવું જાણું અને આત્માના આનંદમાં સર્વે છે એમ માની શ્રદ્ધા અને પ્રેમથી પ્રવર્તે.
જે તમારામાં આનંદ, શાંતિ પ્રગટ થાય છે તેને દુનિયા ના લોકો તરફથી સામો ઘોષ (અવાજ) થાય છે. જે તમારામાં
For Private And Personal Use Only