________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૧૩૩ રાખશે. અન્ય થકી તમારું માન ઇચ્છતા હો તો પ્રથમ અન્ય લોકો પ્રતિ માનનું વર્તન રાખે. અન્ય લેકે પ્રતિ તિરસ્કાર રાખશે તો તેઓ થકી તમે તિરસ્કાર પામશે. તમારું મન જ વિશ્વ પ્રતિ ગતિ કરીને પાછું તમને તેવા રૂપે દેખાય છે. જેનું મન તેવા તમે છે. દુનિયાના લોકોને સારા કરવા પૂર્વે તમે સારા બને. તમારું મન દુનિયા પ્રતિ જેવું થાય છે તેવું તમને પ્રતિફળ મળે છે. જેનું મન સારું છે તેને વિશ્વ સારું છે. જેને મન વશ છે તેને દુનિયા વશ છે. જેનું મન સંકલ્પ-વિકલપરહિત છે તેને વિશ્વ સંક૯૫–વિકલ્પરહિત છે. જેના મનમાં આનંદ છે તેને વિશ્વમાં સર્વત્ર આનંદ છે. જેઓ આત્માના અજ્ઞાન અને મેહથી દુઃખી છે તેને વિશ્વને કઈ પણ પદાર્થ સુખ આપવા સમર્થ થતો નથી. જેઓ સર્વત્ર સર્વ બાબતોમાં દુ:ખની ભાવનાની કલ્પના કરે છે તેઓના મનમાં સુખને પ્રકાશ થતો નથી. જેઓ આત્મામાં સુખનો અનુભવ કરે છે તેઓ વિવમાં સર્વત્ર અનંત સુખને -અનુભવ કરે છે.
“પિંડમાં અસારતાને જેઓ દેખે છે તેઓ બ્રહ્માંડમાં અસારતા દેખે છે. જેવી વૃત્તિ તે સંસાર છે. વૃત્તિ તે જ સંસાર છે. જ્યાં સુધી જડ પદાર્થો દ્વારા સુખની મને વૃત્તિ છે
ત્યાં સુધી જ જડ પદાર્થોદ્વારા દુઃખની મનોવૃત્તિ છે. મનમાં સુખદુઃખની વૃત્તિ જ્યારે થતી નથી ત્યારે આત્માને આનંદ પ્રગટે છે, અર્થાત્ આત્માના પૂર્ણાનંદ પર આવેલાં સર્વ માનસિક આવરણે જેનાં ટળી જાય છે તેને આત્માના પૂર્ણનન્દને સાક્ષાત્કાર થાય છે—એવા નિશ્ચયથી પ્રવતી સર્વ પ્રકારની મને વૃત્તિઓના સાક્ષીભૂત થઈને તમે વર્તે. મનમાં નાહક દુઃખની કલ્પનાઓ ન કરે. તમને જેમ સુખની રુચિ છે તેમ વિશ્વવતી સર્વ જીવોને સુખની રુચિ છે. અન્ય લોકોના સુખમાં વિદનભૂત ન બને અને તેઓના સુખનું સ્વાતંત્ર્ય ન હો. તમે અન્ય
For Private And Personal Use Only