________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
અધ્યાત્મ મહાવીર સત જીવન છે. સવિચારોથી મગજને ભરી દે અને હદયથી વર્તો. સર્વ વિશ્વના સર્વ લેકમાં હદયથી સવિરારને પ્રેરે.. સર્વ વિશ્વમાં સુખ, શાંતિ અને સત્ય શક્તિઓના વિચારોને પ્રેરે.. અને અસવિચારોના પ્રેરાયેલા પ્રવાહને નષ્ટ કરી દે. પિતાના. સમાગમમાં આવનારા સર્વ લોકોને તેઓની સ્વાધિકારપૂર્ણ પ્રવૃત્તિઓમાં પ્રવર્તતાં ઉત્સાહ, શ્રદ્ધા, પ્રેમ, શાંતિ અને સફળતાનું આશ્વાસન આપે.
લોકોને સસ્પ્રવૃત્તિઓમાં તમે અનુત્સાહી ન કરે. લઘુ બાળકોને ભૂલ થતાં અનુત્સાહી ન કરો. અનુત્સાહથી મનુષ્યની વિકાસ પામતી વિચાર આદિ શક્તિઓ કરમાઈ જાય છે, જે અનેક ગુણે ખીલવા લાગેલા હોય છે તેના ઉપર આવરણ આવે છે. દરેક જાતના વિશ્વાસમાં અપૂર્વ બળ રહેલું છે. તે સિદ્ધ કરવાની સદાશાથી તમારા અને તમારા સમાગમમાં આવનારા મનુષ્યનાં મનને ભરી દે. તેથી અનેક પ્રકારનાં કર્મને અંતરાયોને અવશ્ય નાશ થાય છે. પાપકર્મો પણ પુણ્યકર્મોરૂપે ફરીને સુખફલ આપે છે, માટે મારી શ્રદ્ધામાં પ્રેમમય બની ઉત્સાહથી પ્રવર્તે.
વાસનારહિત અને સ્વાર્થ વિનાને પ્રેમ તે શુદ્ધ પ્રેમ છે. એવા શુદ્ધ પ્રેમથી સર્વ જીવોની સાથે આત્મજ્યભાવે વર્તો. કર્તવ્યકર્મો કરતાં નાસીપાસ ન થાઓ અને હિંમત ન હારો. કર્તવ્યકર્મો કરતાં વિપત્તિઓ પર વિપત્તિઓ આવી પડે તોપણ હતાશા ન થાઓ તથા ઉત્સાહભંગ ન કરે. આનંદમાં રહીને કર્તવ્યકર્મોને ચીવટ અને ખંતથી કરે. અશુભ કર્મના ઉદયથી દુઃખ પડે તે સહન કરે. મારામાં મન રાખીને રોગાદિકને સહન કરશે તે લાંબા કાળે જે કર્મો ટળવાનાં હશે તે અલ્પકાળમાં ટળવાનાં અથવા સમૂળગાં ટળી જવાનાં એવો દઢ નિશ્ચય રાખીને વર્તે. તો અન્ય લોક પ્રતિ જે ભાવ રાખશે અને જેવું વર્તન રાખશે તેવું અન્ય લેકે તમારા પ્રતિ વર્તન
For Private And Personal Use Only