________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર સ્કૂલતાને પામે છે. શુભાશુભ વિચારોની અસર ખાધેલા ભજન પર અને દેહમાં રહેલી સાત ધાતુ પર તથા મનદ્રવ્ય પર થાય છે. મનથી શુભાશુભ વિચારોની સૃષ્ટિ ઉત્પન્ન કરીને તેમાં આત્મા રહે છે અને ચારે ગતિમાં ફરે છે. મનમાં પ્રગટેલી શુભાશુભ કપના તે જ શુભાશુભ સંસાર છે. મનમાં શુભાશુભ ક૯૫ના જેઓને ઊઠતી નથી અને પૂર્વે કરેલા શુભાશુભ વિચારોનું ફળ જેઓ સમભાવે ભગવે છે તેઓ સ્વયં જીવન્મુક્ત પ્રભુ છે. તેઓ વિશ્વના જીવોનું કલ્યાણ કરવા સર્વથા સમર્થ થાય છે. શુભ વિચારો અને શુભ કર્મો તે જ પુણ્ય છે તથા અશુભ વિચારો અને અશુભ કર્મો તે જ પાપરૂપ છે. પુણ્ય પાપથી નિલેપ આત્માને શુભાશુભ પ્રેરિત વિચારોની તથા કર્મોની અસર થતી નથી. તેને સર્વ વિશ્વમાં સ્વતંત્ર મુક્ત ઈશ્વેર જાણવો.
“દુનિયાના સર્વ ધર્મોમાં, દર્શન, મત કે પથમાં, દુનિયાની સર્વ પ્રવૃત્તિઓમાં જેઓને શુભ વા અશુભ વિચાર થતો નથી અને આત્માના આનંદરસથી જ્યાંત્યાં પ્રારબ્ધકર્મો કરવા છતાં આનંદી રહે છે તે જિન, વીતરાગ, મહર્ષિ, મહાત્મા છે. તેઓનાં દર્શનથી સર્વ જીવોનું કલ્યાણ થાય છે. તેઓની સંગતિથી એક ક્ષણમાં ભવ્ય જીવોનો ઉદ્ધાર થાય છે. જેઓ મારા પર શ્રદ્ધા અને પ્રીતિ રાખી સર્વત્ર શ્રદ્ધા અને પ્રીતિ રાખે છે તેઓ શુભાશુભ વિચારસાગરના ઉપર તરે છે અને સર્વ જીવોનું હિત કરવા સમર્થ બને છે. શુભ અને અશુભ વિચારો કરવાથી નિર્લેપ રહો. મહાત્મા થવાને એ જ સમભાવમાર્ગ છે, અને તેથી જ સંપૂર્ણ શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. મારા ભક્ત ગી અને ઋષિઓ શુભાશુભ વિચારોથી મુક્ત બની ખરા ત્યાગી બને છે. તેઓ આત્માની બહાર શાંતિ કે સુખ દેખતા નથી. તેઓ જડ વસ્તુઓની સાથે શુભાશુભ વિચારથી રહિત થઈ આત્માનંદથી ખેલે છે, રમે છે. તેઓની સાથે જડ વિવ
For Private And Personal Use Only