________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ અન્ય પર અશુભ વિચારોની પ્રેરણું કરવી નહીં. પિતાના પર શુભાશુભ કલ્પિત વિચારોની શુભાશુભ અસર થાય છે અને તે કાયા દ્વારા પ્રગટ જણાય છે. તે પ્રમાણે અન્ય મનુષ્યો, પશુઓ અને પંખીઓ પર પ્રેરિત શુભાશુભ સંકલ્પની અસર થાય છે તેમ જાણો. વનસ્પતિ પર પણ ડાઘણે અંશે કપાયેલા શુભાશુભ વિચારની અસર થાય છે. જેટલા બળના પ્રમાણમાં શુભાશુભ વિચાર કે કલ્પના થાય છે તેટલા બળના પ્રમાણમાં પિતાના પર તથા અન્ય પર શુભાશુભ અસર થાય છે. કુટુંબ પર શાંતિ, આરોગ્ય અને સુખના વિચારો પ્રેરો. તે પ્રમાણે સંધ, સમાજ, દેશ અને વિશ્વ પર શાંતિ અને સુખ-સંપના વિચારો પ્રેરશે. અન્ય મનુષ્યો પર અશુભ વિચાર પ્રેરનારાઓ ખૂની છે.
“કાશીનગરવાસી લેકે ! વિશ્વ પર શુભ વિચારો પ્રેરો અને વિશ્વ પર અશુભ વિચારો પ્રેરતા અટકે. મનમાં શુભની કલ્પના કરે. તમે ભૂતકાળમાં એટલે વર્તમાન એક સમય પૂર્વે જેવા વિચારોવાળા હતા તેવા વિચારોના સ્કૂલ રૂપવાળા વર્તમાનમાં છો. સર્વ જીવોના અસંખ્ય વિચારોથી ભરેલી સર્વ સૃષ્ટિ છે. તે અનંત વિચારોના અનંતસાગર જેવી છે. વિચારોથી પરમાશુઓના જથ્થા ગોઠવાય છે અને તે સૃષ્ટિનાં અનેક કાર્યરૂપે પરિણમે છે. પરમાણુઓના ધેનું વિખરાવું કે મળવું ઇત્યાદિ બળપ્રેરક વિચારને આધીન છે. શુભ વિચારો એ જ શુભ સૃષ્ટિ છે અને અશુભ વિચારો એ જ અશુભ સૃષ્ટિ છે. વિચારોને આકાર દેહ-સૃષ્ટિ છે.
અશુભ વિચારના પ્રેરક પિતે મરે છે અને અન્ય જીવોને મારે છે. શુભ, શાંતિ, સુખ, ઉત્સાહ અને વિશ્વાસના વિચારોના પ્રેરક પોતે જીવે છે અને અન્ય જીવોને જિવાડે છે. મનુષ્યના મનની ચારે બાજુએ અસંખ્ય પ્રકારના વિચારોનાં વાતાવરણે છે, પરંતુ તે શુભ વા અશુભ જે વિચાર કરે છે તેવા વિચારના વાતાવરણને ગ્રહણ કરે છે. સ્કૂલમાં તે વિચારેના અનુસારે
For Private And Personal Use Only