________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
આત્માનું સ્વરૂપ શીખે છે તે અનંત જીવનવંત બને છે. મારા ભકતે ઉત્સાહ, આનંદ, ધર્ય, અશેક, શાંતિ, પ્રેમથી વૃદ્ધતાના ભાવને દૂર કરે છે. તમે તમારા શરીરને કલ્પનાશક્તિથી જેવું બનાવવું હોય તેવું બનાવવા સમર્થ છે. જડ પદાર્થોને તમે જેવા રૂપમાં મૂકવા ધારો તેવા રૂપમાં મૂકવા તમે સમર્થ છો. જડ પરમાણુએનું શરીર બનેલું છે. તેમાં વિચાર અને સંકલ્પબળે તમે ધારે તેવાં પરિવર્તન કરવા શક્તિમાન છો, એ પૂર્ણ વિશ્વાસ રાખી શરીરને હવા અને કસરતથી પોષા. પિતાને રોગી કલ્પશે તો રેગી થશે અને નીરોગી કપશે તે નીરોગી થશે. તે પોતાના પર અન્યના અશુભ વિચારોની અસર થવા ન દો. પોતાના પર અન્ય મનુષ્ય આળ-કલંક મૂકે એવું તમે સાંભળીને ગુસ્સે ન કરો, શેકાતુર ન બનો, વેર લેવાની બુદ્ધિ ન રાખો. આળની ભાવનાથી રહિત થઈ સર્વ દોષોથી રહિત અને પરમશુદ્ધ નિષ્કલંક પિતાને આત્મા છે એવા દઢ નિશ્ચયથી વર્તો. ગુસ્સો, શક, સંતાપ અને લેકની પોતાના પર ખરાબ ભાવના ઈત્યાદિ ખરાબ વિચારોથી આત્માની, મનની અને દેહની વીજળીવેગે હાનિ થાય છે. પિતાના વિશે લોકે ગમે તેવું બેલે તે સાંભળી શક-સંતાપ કરવાથી જિંદગીને, બુદ્ધિને અને આનંદને નાશ થાય છે. શુભ કાર્યો કરવાથી, શુભ આશાથી શુદ્ધ પ્રેમથી જીવન વધે છે. અતિ રાગ, અતિ દ્વેષ, અતિ ભય, અતિ શેક, અતિ ક્રોધ, અતિ કામ અને અતિ અભિમાનના વિચારો કરવાથી તરત જ જિંદગીને નાશ થાય છે. જે લેકે વૃદ્ધ થયા છતાં મનમાં શુદ્ધ પ્રેમ, આનંદ, ઉત્સાહ, સદાશા વગેરે વિચારોને કરે છે અને દુષ્ટ કે દુર્ગુણમય વિચારોથી મુક્ત બને છે તેઓ મનથી તાજા રહે છે અને આત્માના આનંદરસથી અનંત જીવનથી જીવે છે. વૃદ્ધાવસ્થામાં મૃત્યુથી ભય ન પામે. આત્મભાવથી સર્વ પ્રકારની પ્રવૃત્તિઓમાં અને સર્વ બાબતોમાં આનંદરસ લે. જો તમે દુષ્ટ, ભયકારક અને દુખપ્રદ કલ્પનાના
For Private And Personal Use Only