________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર તેવાં પારમાર્થિક અને ધાર્મિક સત્કાર્યો કરવાને તમે શક્તિમાન છે. વૃદ્ધાવસ્થામાં જ્યાંત્યાં ફરી લોકોને સન્માર્ગે ચઢાવો. વૃદ્ધાવસ્થામાં નિર્વિકાર જીવન ગાળો. વૃદ્ધાવસ્થામાં આત્માના અનંત જીવનની ભાવના ભાવતાં ભાવતાં ઊંઘે કે જેથી અર્ધજાગ્રત અવસ્થામાં તમારો આત્મા તેવા અનંત જીવનરૂપ બનતા જાય. વૃદ્ધાવસ્થામાં સર્વ પ્રકારના કદાગ્રહ, કલેશ, ષ, વૈર, અનીતિ આદિ દુર્ગુણેથી મુક્ત થાઓ. પિતાના ઘરમાં, કુટુંબમાં, વર્ણમાં, સંઘમાં, દેશમાં, રાજ્યમાં સગુણ ભરી દો, કે જેથી તમે ઠેઠ મારી નજીક આવી શકશો.
લોકોને તમારા વિચારોની એકદમ અસર ન થાય અને ઊલટી તમારી, હાંસી, મશ્કરી કે નિંદા કરે તેથી તમે અંશમાત્ર નિરુત્સાહી ન બને અને તમારી હાંસી કે નિંદા કરનારનો પ્રતિબદલે લેવાનો એક પણ વિચાર ન કરો. મારા પર વિશ્વાસ રાખીને સત્કાર્ય કરવામાં એક ક્ષણ પણ વાપરેલી તમારી નકામી જવાની નથી. એક ડગલું પણ ભરેલું નક્કી તમારા આત્માની ઉન્નતિ કસ્નાર છે, એમ જાણી મારામાં પૂર્ણ શ્રદ્ધા રાખો અને ઉત્સાહી બની અને વિચારવાળા કરો.
“મનને આનંદરસથી તાજું રાખો અને શેક–સંતાપના બનાવોને ભૂલી જાઓ. મનને રસ પડે એવાં અનેક કાર્યોમાં રેકે, કે જેથી શરીર ઘસાઈ જતું અટકે અને શરીર તાજું ને તાજું રહે. વિશુદ્ધ પ્રેમરસથી મન-વાણી-કાયાને ભરી દો. રમતગમત કે જેમાં રસ પડે તેવી પ્રવૃત્તિ કરો. જેના મનમાં વૃદ્ધત્વ, શેક, નિરાશા કે નિરુત્સાહનો એક વિચારમાત્ર પણ આવતો નથી તે વૃદ્ધ નથી, પણ યુવક છે. શુદ્ધ, પવિત્ર વિચાર કરો. મનની જડતાથી યુવકે છતાં કેટલાક વૃદ્ધો છે અને માનસિક ઉચ્ચ શુદ્ધ કલ્પનાથી કેટલાક વૃદ્ધો છતાં યુવકો છે.
જીવનને ટૂંકું બનાવનાર નીરસતા તથા અશાંતિ છે. આ વિશ્વમાં સર્વ સંયોગોમાંથી કે વિયોગોમાંથી આત્માનંદ લેતાં જે
For Private And Personal Use Only