________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
આમાનું સ્વરૂપ રાજ્ય છે. અજ્ઞાની લો કે માટે આત્માનું રાજ્ય નથી અને જડનું પણ રાજ્ય નથી. આત્માઓ સવે સ્વતંત્ર છે અને તે વિશ્વના માલિક છે.
આત્મજ્ઞાનીઓની રાજ્ય પ્રવૃત્તિથી દુનિયા શાંતિના શ્વાસોચ્છવાસ લે છે, પરંતુ અજ્ઞાનીઓની અજ્ઞાનપૂર્વકની રાજ્ય પ્રવૃત્તિથી આ વિશ્વ અશાંતિને વાચ્છવાસ લે છે. જ્ઞાનીઓને પામી. સર્વ પ્રકારની રાજ્ય, ધનાદિક સત્તાએ સન્માર્ગમાં વળે છે, પરંતુ અજ્ઞાનીઓને પામી સર્વ પ્રકારની રાજ્ય, ધનાદિક સત્તાઓ ખરેખર અન્યાયમાર્ગમાં વળે છે. માટે આત્મજ્ઞાનરૂપ જેનધર્મ, કે જે આત્મામાં રહેલો છે તે, પ્રગટ કરશે અને રાગદ્વેષને જીતી, સત્યકર્મયોગીઓ બની વિવમાં છે અને અન્ય લેકને આત્મજીવનથી જિવાડે. આત્મજીવનથી જીવો અને તમારા સમાગમમાં આવતા અન્ન લેકોને આત્મજીવનના મંત્ર ફૂંકી જિવાડે. તમે પોતાને દુઃખી માની આત્માનંદથી ભ્રષ્ટ ન થાઓ. આત્મામાં જેટલું સુખ છે તેટલું બીજા કોઈ જડપદાર્થના ભેગથી મળનાર નથી એ વિશ્વાસ રાખી રવાધિકાર સર્વ ફરજોને અદા કરે, પણ જડ પદાર્થોમાંથી સુખ લેવાની ભ્રાંતિને વશ ન થાઓ.
“જલના સરોવરમાં તથા નદી સાગરમાં મહાત્માઓ, ત્યાગી ઓ, ઋષિઓ સ્નાન અને જલક્રીડા કરે છે તેમ તમે સદ્વિચારોના સરોવર, નદી, સાગરમાં અવગાહન કરો, યુવાવસ્થામાં મન પર અત્યંત કાબૂ રાખે, કે જેથી વૃદ્ધાવસ્થામાં સહેજે આત્માના તાબામાં મન રહી શકે. યુવાવસ્થા પશ્ચાત્ વૃદ્ધાવસ્થામાં પારમાર્થિક કર્તવ્ય કર્મો કરે અને ગૃહનાં કર્તવ્યકર્મોને ભાર પિતાનાં સંતાન પર નાખી આત્માના ચિંતવનમાં તેમ જ શાંતિ અને પરોપકારમાં તથા નિવૃત્તિમાં જીવન વ્યતીત કરે. વૃદ્ધાવસ્થામાં અહ-મમતાથી મુક્ત, હલકા અને નિરુપાધિ જીવનવાળા બને અને મારી સાથે ઐક્ય સાધી છે. વૃદ્ધાવસ્થામાં નદીના કાંઠે કે એકાંતમાં વાસ કરી તથા ગામની બહાર બાગ, ઉદ્યાન, તળાવકાંઠા,
For Private And Personal Use Only