________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
અધ્યાત્મ મહાવીર
છે. હે વાસુદેવ રાજન્! જો તમે નિત્ય એવા આત્માના પ્રેમી હા તે આત્માને અમર જાણી પુત્રશેાક ન કરેા. હાથ, પગ, પેટ, મસ્તક વગેરે અવયવસમૂહને પુત્ર તરીકે કલ્પવા એ કલ્પના છે. તેને મેહ કરવા ન જોઈ એ. પુત્રમાં રહેલ આત્મા અને પેાતાના આત્મા આનંદસ્વરૂપી છે, એમ જાણી આનંદમાં મસ્ત રહે.
• આત્માને કેાઈ શત્રુ નથી. શત્રુઓને ભય ન રાખેા,. પણ નિર્ભય થઈ શત્રુએ તરફથી સાવધાન રહેા. જે ભેદમાં પડે છે તેને શત્રુઓની કલ્પના થાય છે. અભેદજ્ઞાનથી આત્માનું એકત્વ દેખનારને ભય નથી. શત્રુઓમાં આત્મબુદ્ધિ રાખી પ્રવર્તી એટલે તમારા કાઈ વિનાશ કરવા સમથ નથી. શત્રુએ પર જેને વૈરભાવ નથી તેને શત્રુએ તરફથી ભય નથી. જેનામાં શત્રુબુદ્ધિ પ્રગટે છે તે સ્વપરને હાનિ કરે છે. જે મારામાં પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ ધારણ કરી વર્તે છે તેને શત્રુઓ કંઈ પણ હાનિ કરવા શક્તિમાન થતા નથી. હે વાસુદેવ રાજન ! તુ આનંદરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, ત્રણે કાળમાં સત્ છે, નામરૂપના પ્રપંચથી રહિત છે—એમ વિશ્વાસ રાખી પ્રવ સ્વપ્નામાં ઉત્પન્ન થયેલી લીલા જેમ ક્ષણિક છે, દણમાં કૂકડા પેાતાનું પ્રતિબિંબ દેખીને જેમ યુદ્ધ કરે છે, તેમ મનુષ્યા આત્માની છાયા જેવી માયામાં આત્મબુદ્ધિ રાખીને રાગદ્વેષના ક્રૂંઢમાં પડી મહાદુ:ખને પામે છે. આત્મા વિના અન્ય જડ વસ્તુએમાં આત્માપણું માનવાથી શત્રુ-મિત્રાદિની કલ્પનાએ પ્રગટે છે, એમ જાણું.
આત્માને નિંદા અને સ્તુતિ લાગતી નથી. નિદ્યામાં કશું વજૂદ નથી એમ માન. સત્યથી પ્રવત અને નિ ંદાથી શાક ન. કર. નિંદા કરનારાઓ આપેાઆપ દ્વેષના માર્ગ તરફ વહે છે. અને નિંદાની દૃષ્ટિ પ્રમાણે આત્માની પાસે દોષરષ્ટિને ઉત્પન્ન કરે છે. આત્માના ઉપયાગથી વ. મારામાં મન રાખીને,
For Private And Personal Use Only