________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૧૧૯ બહાદુર બની પ્રવર્ત. આત્મા વિના મનના ભક્તો પાસેથી તારા અંગે અભિપ્રાય ન માગ. સત્યની આગળ અસત્ય ટકી શકતું નથી. વાસુદેવે પ્રભુ મહાવીરને ઉપદેશ સાંભળ્યો, અને તે ભય અને શેકથી રહિત, નિર્ભય, નિઃશંક થઈ પ્રભુજીવન પામે. તે પ્રભુનું શરણ સ્વીકારી પ્રભુને પરમ ભક્ત બન્યો. મેહશયવાન નડતરરૂપ છે:
- નારાયણ ઋષિએ પૂછયું કે, “હે ભગવન! આપ સર્વ વિશ્વના ઈશ્વર છે, વિવેધર છે, એ નિશ્ચય થયો છે. પરંતુ હે ભગવન ! આપના ઉપદેશ પ્રમાણે વિશ્વના સર્વ લોકો એક સરખી રીતે કેમ વતી શકતા નથી? આપના ઉપદેશ પ્રમાણે વર્તવામાં સર્વે લોકોને વચ્ચે નડતર કરનાર કેણ છે?”
પ્રભુએ નારાયણ ઋષિને કહ્યું: “સર્વ લોકેને મારા ઉપદેશ પ્રમાણે વર્તવામાં વચ્ચે માયા–મોહ-કર્મ આવીને નડે છે. માયામેહ-કર્મ જેઓ દૂર કરે છે તેઓ મારા ઉપદેશ પ્રમાણે વર્તે છે. મારી પાસે આવતાં વચ્ચે મેહ નડે છે. તેની સામે જે થાય છે તે મને પામે છે. સ્થૂલ પદાર્થોમાં લલચાવીને દુનિયામાં લોકોને ભટકાવનાર મોહ છે. એવા દુષ્ટ મોહની લાલચમાં જે ઝેર સમજે છે તે મારા ઉપદેશરૂપ અમૃતનું પાન કરીને અમૃતત્વને પામે છે અને ક્ષણિક જીવનને મેહ ત્યજીને અનંત જીવન મેળવે છે. મારા સ્વરૂપમાં જેઓ ડૂબે છે તે અનંત જીવનને પામે છે.
જ્ઞાન અને આનંદ સદાકાળ આત્મામાં છે, પણ જ્યાં સુધી મનમાં મેહ વર્તે છે ત્યાં સુધી આત્મા પોતે પિતાને આનંદ અને જ્ઞાનને પ્રકાશ જોઈ શકતો નથી. મનમાં રહેલી મેહ ટળતાં આત્માની શ્રદ્ધા અને આત્માની પ્રીતિ થાય છે અને આત્માના આનંદને પામી શકાય છે. પૂર્ણજ્ઞાન અને પૂર્ણનંદરૂપ આત્માને અનુભવ થયા પછી આત્મજ્ઞાની સંસારમાં નિલેપ અને સાક્ષીભૂતની જેમ વર્તી અને જીવન્મુક્ત બની છેવટે
For Private And Personal Use Only