________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
અધ્યાત્મ મહાવીર પ્રદક્ષિણા દઈ વંદન-પૂજન કર્યું અને પ્રભુના દર્શનથી કૃતકૃત્ય થઈ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યાં. પ્રભુએ શતાનીક રાજાને નીતિન ઉપદેશ દીધે તથા ન્યાય-સામ્યથી પ્રજાપાલનમાં મારી સેવા છે એમ જાહેર કર્યું. પ્રભુએ મૃગાવતી વગેરે સ્ત્રીવર્ગને સતી- ધર્મ સમજાવ્યો તથા કુટુંબસેવાનું રહસ્ય સમજાવ્યું. પ્રભુએ સુગુપ્ત સ્થાનને સર્વ પ્રકારની નીતિઓને બોધ જાહેર કર્યો તથા સર્વ લોકોને સનાતન જૈનધર્મને બેધ આપ્યો. તેથી સર્વ લોકેએ જૈનધર્મમાં વિશ્વાસ ધારણ કર્યો.
કૌશંબીનગરીમાં પ્રભુના આગમન પૂર્વે જેનધમી લેકે હતા, પણ જૈનધર્મનું સત્ય રહસ્ય સમજતા નહોતા. કુલાચારે જેનો મોટા ભાગે હતા. પ્રભુને પધારવાથી તેઓ સત્ય જૈને બન્યા. પ્રભુએ અપંગ અને અંધ મનુષ્ય તથા પશુ-પક્ષીઓની દયા કરવાનો બોધ આપે.
પ્રભુએ લોકોને કહ્યું કે, “પશુઓની અને પંખીઓની દયા કરો. મનુષ્યોને અન્નાદિકથી સંતે. જીવતા મનુષ્યો વગેરેની સેવા તે જ મારી સેવા છે.
અપંગ અંધ મનુષ્યને સર્વ પ્રકારે સહાયતા કરે. તેઓના આશીર્વાદ ગ્રહણ કરે. તેઓની સેવામાં સર્વસ્વાર્પણ કરો. તેઓને સહાય આપે. તેઓને ભૂખ્યા રાખીને તમે ન ખાઓ. તેઓના પેટ કરતાં તમારું પેટ વહાલું ન કરો. તેઓના ભાગે તમે જીવવાની બુદ્ધિ ન કરે. પશુ-પંખીઓ પર અત્યંત દયા કરે. તેઓના પર શુભ રાગ ધારણ કરો. તેઓને સતાવી તેઓની આંતરડીની હાય ન લે. સર્વ જીવોને જીવવાનો વિશ્વમાં એકસરખો હક છે. કેઈન દેહનો નાશ કરીને અન્યાયમાગે ચાલે નહિ. સર્વ મનુષ્યના ભલામાં ઊભા રહો. અન્ય મનુષ્યનાં ખૂન કરીને રાજ્યાદિક ભેગને ઈચ્છવા એ મહા પાપ છે. સર્વ
For Private And Personal Use Only