________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૧૧૫ “ગવાળો અને ગેપીઓ! તમે મારાં સુંદર ગીત ગાઓ અને વન–નદીના સૌન્દર્યને ઉપભોગ કરે. તમને વનમાં, ઉદ્યાનમાં, પર્વત ઉપર, નદીકાંઠે મારાં અનેકરૂપે દર્શન થશે. તમે અ૫ ધર્મ-કર્મ કરશે તો પણ ઘણું ફળ મેળવશે. વાસુદેવ કૃષ્ણ બાલ્યાવસ્થામાં ગાયોની સાથે અત્યંત પ્રેમ ધારણ કર્યો હતો અને ગાયોનું રક્ષણ કર્યું હતું. તે ગાયોની વચ્ચે સૂઈ જતા. કૃષ્ણની વાંસળીનો સ્વર શ્રવણ કરીને ગાયો તેમની પાસે દેડી આવતી અને તેમની પાસે રહેવામાં આનંદ માનતી હતી. પ્રભુ, સંત, ઋષિઓને ગાયો જાણે જાય છે. ગેવાળ! તમે ગાયો વગેરેના દૂધનું પાન કરે અને અતિથિ, ઋષિ, મુનિઓ વગેરેને દૂધ આપે. તેથી તમારી મુક્તિ છે. પશુઓને કદાપિ મારો નહીં, મારવા દે નહીં અને પશુઓના નાશ કરનારાઓને કોઈ જાતની સહાય આપે નહીં.”
ગોપીઓએ ઘણા પ્રેમથી પ્રભુને દૂધનું ભોજન કરાવ્યું. પ્રભુએ ત્યાં રાત્રીવાસ ગાળ્યો. સવારમાં તેઓએ વિહાર કર્યો. તેમની પાછળ વળાવવા ગોવાળો અને ગોપીઓ ગયાં તથા પિતાની પાછળ વાછરડાને લઈ હજારો ગાયો પ્રભુની પાછળ દોડી. તે પ્રભુ આગળ જઈ આંખમાંથી અથ કાઢવા લાગી. પ્રભુએ તેઓને પિતાના શરણે લીધી.
પ્રભુ મહાવીરદેવની કૃપાદૃષ્ટિથી ગાયોએ પોતાના પૂર્વ ભવો દીઠા અને તેથી ગાયો શુભાશુભ કર્મથી શુભાશુભ અવતાર થાય છે, એમ નિશ્ચય કરી પ્રભુની અનન્ય ભક્તાણીઓ બની અને પ્રભુના બે પ્રમાણે આત્માની શુદ્ધિ ભાવવા લાગી. પ્રભુ મહાવીરદેવે ગોવાળે અને ગોપીઓને ઉદ્ધાર કર્યો.
પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો અને કૌશાંબીનગરીના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાંનાં શતાનીક રાજા અને રાણી મૃગાવતીદેવી, સુગુપ્ત પ્રધાન અને તેની ભાર્યા નંદા તથા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો અને શુદ્રો પરમાત્મા મહાવીરદેવ પાસે આવ્યા અને પ્રભુને ત્રણ
For Private And Personal Use Only