________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું રહસ્ય
૧૦૯ ઉત્સાહ આવે એવી રીતે તેઓને પ્રશંસે. બાળકોને ઉત્સાહભંગ ન કરો. તેઓને રસ પડે અને તેમનાં મન અને દેહમાં સ્કૃતિ વધે એવી રમતો રમવા દે. તેઓને શેકાતુર બનાવવા એ તેઓની હિંસા કર્યા બરોબર છે. બાળકોમાં “હું સર્વ કાર્ય કરીશ” એવી આશા ભરી છે. તેમના શુભ ગુણોની પ્રશંસા કરશે તો તેઓમાં અન્ય ગુણોને વિકાસ થશે. તેઓને નિર્ભય બનાવે. બાળક જેવું દેખે છે તેવું કરે છે. બાળક અનુકરણ કરનારાં છે. તેઓની આગળ આદર્શ મનુષ્યને ખડા કરો. તેઓને નાહિંમત ન કરો. તેઓ ભૂલે તો પણ તેઓને ઉત્સાહિત કરે એટલે તેઓ આગળ વધશે.
વિચારનું ફળ તેઓ છે એમ સમજાવો. રોગ, મૃત્યુ, ભય, શેકના વિચારોથી બાળકોને દૂર રાખો, બાળકોમાં ભયના વિચારો ફેંકવા એ જ તેમના પર ઝેર રેડવા સરખું કૃત્ય જાણવું. બાળકની આગળ અમર થવાના વિચારો જણાવવા અને તેઓને દીર્ધાયુષી થવાના ઉપાયો સૂચવવા એ યુવક અને વૃદ્ધોનું કર્તવ્ય છે. મારવાથી કે ધમકાવવાથી બાળક નઠોર થાય છે. તેઓ જે જે કરે અને જે જે શીખે તેમાં રસ મળે એવા શિક્ષણથી તેઓને કેળવો.
બાલિકાઓને પણ તેવા રસમય શિક્ષણથી કેળવો. બાળકો ભાવિ પ્રભુ છે અને તેઓ મારા પ્રભુમય જીવન જીવવાને જમ્યાં છે. તેઓને સાત્વિક બનાવો. ભવિષ્યની દુનિયાનો આધાર બાળકે છે. બાળકોને નવનવી બાબતોમાં રસ લેવા દે. તેઓને એક બાબતમાં ગાંધી રાખી સૂકાં અને નિર્માલ્ય બનાવે નહિ. સર્વ પ્રકારનું શુભ શિક્ષણ આપીને બાળકોને સબળ બનાવો. તેઓને મૂર્ખ વગેરે શબ્દોથી સંબોધે નહિ. તેઓને મરજી પ્રમાણે વર્તાવા દો. ફક્ત ભૂલ ન કરે તેવી સૂચનાઓ પ્રસંગો પાત્ત આપ્યા કરે. તેઓમાં રહેલી ચંચલતાને દોષરૂપ ન ગણે,
For Private And Personal Use Only