________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
અધ્યાત્મ મહાવીર પણ ગુણરૂપ ગણો. તેઓ ચંચલતાને સદુપયોગ કરે એવું શિક્ષણ આપે.
બાળકોને પ્રેમથી પિ. પ્રેમ અને મમતાથી બાળકોને ચાહવા અને રસ પડે એવું શિક્ષણ આપવું એ જ ગુરુઓ, માબાપ અને વૃદ્ધોનું કર્તવ્ય છે. બાળકોને નિર્દોષ રમતો શીખે. આનંદદાયક રમતોથી બાળકોને દૂર કરવામાં તેઓની હિંસા કરેલી જાણો. બાળક દેવ છે અને બાલિકાઓ દેવીઓ છે એવું તેઓને જાહેર કરે. બાળકોની નિર્દોષ રમતમાં ભાગ લો અને તેઓને પ્રોત્સાહન આપે. બાળકોમાં સર્વ સારા વિચારે ભરી દો. તેઓ યુવકે થશે ત્યારે શુભ વિચારને આચારમાં મૂકી શકશે. મારા નામથી બાળકને શુભ આશીર્વાદ આપે. બાળકો પર ગુસ્સે ન થાઓ. અયોધ્યાવાસી લેકો ! તમને જે ઉપદેશ આપે તે સર્વ વિશ્વ માટે છે. તે પ્રમાણે પ્રવર્તે અને કેને પ્રવર્તાવો.”
પરબ્રહ્મ મહાવીર પ્રભુને ઉપદેશ શ્રવણ કરીને અયોધ્યા અને અયોધ્યાદેશના વાસી ત્યાગીઓ તથા ગૃહસ્થ પરમાનંદ પામ્યા. તેઓએ પ્રભુ મહાવીરદેવનું શરણ સ્વીકાર્યું તથા સત્ય ભક્ત એવા જેને બની પ્રભુમય આત્મજીવન ગાળવા લાગ્યા. પ્રભુ મહાવીરની સ્તુતિ:
અયોધ્યાદેશના મુખ્ય ત્યાગી મહર્ષિ ગષ્યશૃંગે પ્રભુને વિધિપૂર્વક વંદન-પૂજન કર્યું અને પ્રભુનું શરણ સ્વીકારી સ્તુતિ કરવા લાગ્યા કે, “હે પરમેશ્વર ! આપે વિધવતી સર્વ ઋષિઓને જ્ઞાન અને ચારિત્રથી નવજીવન આપ્યું છે અને આત્માના અનંત જીવનને રાજમાર્ગ ખુલે કર્યો છે. હે પ્રભે ! આપથી અભિન્ન રહી સર્વત્ર આપના ઉપગે રહેવું તે જ પ્રભુજીવન છે. હે પ્રભે ! આપમાં મન રાખીને વર્તતાં નિરાશા, અનારેગ્ય, : અશ્રદ્ધા, ભય, શેક અને દીનતાનું સ્વપ્ન પણ આવતું નથી.
For Private And Personal Use Only