________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'૧૦૮
અધ્યાત્મ મહાવીર મગ્ન થઈ વર્તતાં તમારા મનને અને શરીરને મહાકાલની અસર થશે નહિ. તમને તમારા આત્માઓ અકાલરૂપ, અનંત આનંદસાગરરૂપ અનુભવાશે. મનમાં કરેલા અમૃતમય સંકલ્પથી તમે અમર બનશે અને મૃત્યુના વિષને શરીર અને મનમાંથી દૂર કરી શકશો. , | મનમાં શુભ વિચારે એ જ અમૃત છે અને અશુભ વિચારે તે જ વિષ છે. આત્માભિમુખ થયેલ મન અને શરીરને સ્વર્ગીય આરોગ્ય અને આનંદરસ પ્રાપ્ત થાય છે. સ્વચ્છ હવા, પ્રકાશ, જળ વગેરેથી શરીરનું આરોગ્ય જાળવે. શરીરમાં રહેલા વીર્યને રક્ષે અને મનમાં મૃત્યુની ભીતિનો એકપણ વિચાર આવવા દે નહિ. આત્માના અનંત જીવનરસમય સાગરમાં મન અને શરીરને લાવિત કરી દો. સર્વ વિશ્વમાં આનંદરસ ભરેલ છે. જ્યાંત્યાં રસની ભાવના કરે. આનંદરસની ગમ્મતથી જીવો અને ઉદાસીનતા, શોક આદિના મૃત્યુમય વિચારેને મનમાં પિસવા ન દો.
“વૃદ્ધાવસ્થામાં આત્માના તારુણ્યથી વર્તી અને કોઈને અનુત્સાહી કે નિરાશ બનાવવાને એક બોલ પણ ન બેલે. મારા જીવનથી તમે જીવો અને રસ લાગે છે તે કરો છો– એવી ભાવનાને એટલી બધી દઢ બનાવે કે જેથી મનમાં તેનું સ્થૂલ રૂપ પ્રગટે. આત્મા જ પરમેશ્વર છે. તે શરીર–મનને તાજું ને તાજું રાખવા સમર્થ છે–એવું શિક્ષણ વિશ્વમાં પ્રચારી માનસિક હિંસાને દૂર કરો.” બાળકેળવણી :
કોઈના પર દબાણ કરો નહિ. સત્યબુદ્ધિની પ્રેરણાથી પ્રવર્તે. આશા, શ્રદ્ધા, ઉત્સાહના વિરોધી એવા નાસ્તિક વિચારોથી પિતે પ્રવર્તે નહિ અને અન્ય મનુષ્યોને નાસ્તિક વિચારો આપો નહિ. બાળકને ઉત્સાહ આપે. તેમનામાં
For Private And Personal Use Only