________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
આત્માનું રહસ્ય .
શરીર અને મનના પ્રત્યેક અણુઅણુને આનંદરસની ભાવનાથી રસી દો. મનના અણુઅણુમાંથી શોક અને ચિંતાના વિચારને દૂર કરી દીર્ઘ જીવન ગાળે. સૂતાં પહેલાં નાના બાળકની પેઠે સર્વ ચિંતા અને શેકના વિચારોથી મુક્ત થાઓ. મારા અનંત જીવનરસસાગરમાં જીવે છે એવી ભાવનાથી ઊંઘતાં શરીર અને મનનું યૌવન તાજું રાખી શકશે એવો દઢ નિશ્ચય રાખી પ્રવર્તી
“સર્વ બાબતોમાં આત્મરસના રસિયા બને. શરીર તેમ જ વીર્યને વ્યભિચાર તથા અતિ મહેનતથી દુરુપયોગ કરે નહિ. એ જ રીતે શરીર અને મનને નકામાં અને પ્રવૃત્તિરહિત રાખી તેમને ઘસાઈ જવા દો નહિ. શરીરમાં રક્ત ફર્યા કરે છે તેમ સતત અને ઉત્સાહના વિચારથી મનને ભરી દો. મારા પરમાત્મમય જીવને છે. હું શું કરીશ, હું જીવવાને લાયક નથી, મારામાં કોઈ શક્તિ નથી—એવા હિંસામય, પાપી, અશક્ત વિચારોથી કરોડે ગાઉ દૂર રહો. વર્તમાનમાં શરીર અને મનને તમે ધારે તેવા બનાવી શકવા સમર્થ છે, એમ વિશ્વાસ ધારીને આત્માની મહત્તાના સંકલપ કરો. મન અને શરીરનું આરોગ્ય દઢ રાખો. મનના આરોગ્યથી શરીરનું આરોગ્ય વધે છે. મનમાંથી ખરાબ, નકામા અને નિર્જીવ વિચારોને કાઢી નાખો. મનની શુભાશુભ લાગણીઓની અસર જરૂર શરીર પર થાય છે. જે મનથી અશક્ત બને છે તે શરીરથી અશક્ત બને છે.
“ભૂતકાલીન કરડે વર્ષોનાં કર્મોને વર્તમાનમાં કરેલી સત્ય અને પવિત્ર ભાવનાઓથી દૂર કરી શકાય છે. ભૂતકાલમાં કરેલાં અશુભ કર્મોની સ્મૃતિ ન કરે અને વર્તમાનમાં અનેક અનંત જીવનપ્રદ શુભ વિચાર કરે. વર્તમાન શરીર તે ભૂતકાળના વિચારનું કાર્ય છે. દશ્ય અને અદશ્ય એવા સર્વ વિશ્વના સંબંધમાં આવતાં આત્મજીવનથી જીવે છે એ દૃઢ નિશ્ચય ક્ષણે ક્ષણે તમે ધારણ કરો. મારા શુદ્ધ સ્વરૂપમાં આનંદરસથી.
For Private And Personal Use Only