________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
અધ્યાત્મ મહાવીર કશું કંઈ નથી. બન્ને પ્રકારની કર્ભાવસ્થાથી આત્મા ન્યારો છે એમ જેઓ જાણે છે તેઓ મારાથી ત્રણે કાળમાં જુદા નથી. તેઓ અકાળ, અકર્મરૂપ છે એમ જાણુને હે ભવ્ય મનુષ્યો ! તેવા થાઓ કે જેથી દ્રવ્ય અને ભાવ આરોગ્યને પામી શકો. મનમાં કપેલું શુભાશુભપણું વસ્તુતઃ સત્ય નથી એમ જાણુને કરિપત નાટકનાં કલ્પિત પાત્રોની પેઠે હૃદયથી નિર્લેપ થઈ વર્તો.
“ઘટની ઉપાધિથી ઘટાકાશ જેમ નાનું દેખાય છે પણ તે નાનું નથી, તેમ શુભાશુભ કર્મફલ ભોગવતાં આત્મા તેવા ફલરૂપ નથી. છતાં તે દેખાય છે તે ઉપાધિથી ભ્રાંતિગે દેખાય છે એમ જેઓ જાણે છે તેઓને શુભાશુભપણું નથી, પણ સમભાવપણું છે. નિરુપાધિરૂપ આત્મા છે એ દઢ નિશ્ચય કરીને સર્વ શુભાશુભ કપાયેલી ઉપાધિઓના પ્રસંગમાં વર્તા, પણ તેમાં લેપાઓ નહિ.
“ઘટના સંબંધથી ઘટાકાશ કહેવાય છે, પણ ઘટને. નાશ થતાં ઘટનાશ રહેતું નથી. તેમ કર્મકૃત ઉપાધિઓથી આત્માને અજ્ઞાનીઓ ઉપાધિઓના ઉપચાર સરખો માને છે, પણ જ્ઞાન પ્રગટતાં ઉપાધિમાં આત્માનો આરોપ અસત્ય સમજાય છે.
કર્મપર્યાયમાં આત્માનો આરોપ ન કરે. સર્વ પ્રકારની જડે પાધિથી રહિત આત્મા હું છું એવો દઢ નિશ્ચય રાખો. એટલે તમે પિતાને શુદ્ધાત્મરૂપી છે એમ અનુભવશે અને દેખશે. વિશ્વમાં અનંત રૂપે અનંત જન્મમાં અનંતીવાર અનંત સગપણથી અનંત જી સાથે રહ્યા, પણ તેથી આત્મશાંતિ મળી નથી. આત્માનું સ્વરૂપ જાણવાથી સર્વ પ્રકારની ઉપાધિથી કપાયેલી શાંતિ અને અશાંતિ ટળે છે અને અખંડ આત્મશાંતિને રસ પ્રગટે છે એમ માની, આત્મભાવે પ્રવત સત્ય શાંતિ પામે.
For Private And Personal Use Only