________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'૧૦૫
આત્માનું રહસ્ય ઉપાધિથી માનેલી મોટાઈ વા લઘુતા તે સ્વપ્નામાં બનેલા રાજા અને ગરીબના જેવી છે. જડ પદાર્થોના વૈભવથી બનેલી મેટાઈ અનંતીવાર ફર્યા કરે છે અને લઘુતા પણ અનંતીવાર આવે છે અને જાય છે. તેમાં અજ્ઞાની લેક મેહ પામે છે, પણ જ્ઞાની લેકે મૂંઝાતા નથી.
“ઈન્દ્ર અને ચક્રવતી આદિ પદવીઓ પણ આત્માની નથી, પણ તે કર્મના પર્યાયરૂપ છે. કર્મના પર્યાયરૂપ ઈન્દ્રાદિક બાહ્ય પદવીઓ અનંતી વખત મળે છે અને ટળે છે. તેમાં આત્માનું કશું કંઈ નથી. ઈન્દ્રાદિક કર્મના પર્યાય તે આત્માના નથી—એવા દઢ નિશ્ચયથી વતી ઇદ્રાદિક શુભાશુભ પર્યાયોને પિતાના માનો નહિ. ઇન્દ્રાદિક પર્યાથી વસ્તુતઃ આત્મા ભિન્ન છે તેથી તેમાં શુભાશુભ ભાવથી રહિત થાઓ.” આત્માપયેગ:
“આત્મા છું એવા અખંડ ઉપગે વતીને પૂર્વકાલકૃત શુભાશુભ વિચારોનાં શુભાશુભ ફળ ભેગો. જે તમે વર્તમાનમાં આત્મજ્ઞાની છો તે ભૂતકાળનાં કર્મો ઉદયમાં આવતાં તેમાં તમે મૂંઝાશે નહિ. નાટકિયે અનેક પ્રકારના વેષ ભજવે છે, અનેક પાત્રરૂપ બને છે, પણ હૃદયમાં તે અનેક પ્રકારના પાત્રરૂપ પિતાને માનતો નથી. તેમ તમે આત્મજ્ઞાનથી આત્માને આત્મરૂપ માની ભૂતકાળનાં કરેલાં કર્મો અને તેના જે જે પર્યાયે વર્તમાનમાં વર્તતા હોય તેઓમાં આત્માને ભૂલે નહિ એટલે તમે મુક્ત છો એમ જાણો.
આત્મજ્ઞાન વિના જડ પદાર્થોના સંબંધથી ત્રણે કાળમાં કોઈને સુખ થયું નથી અને થનાર નથી. કર્મના ઉદયથી ભિક્ષા માગવી તે કર્મની લીલા છે. તેથી વસ્તુતઃ આત્માને કશું લાગતું વળગતું નથી. એ જ રીતે ઈન્દ્રાદિક શુભ અવતારોથી મનમાન્યા ભોગો ભોગવવા તે કર્મપર્યાયનું શુભ ફળ છે. તેમાં આત્માનું
For Private And Personal Use Only