________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
અધ્યાત્મ મહાવીર પડતીના ખાડામાં પડશે. કેઈને પાપમાં ન ધકેલે. બને ત્યાં સુધી અધમીઓને સુધારવા પ્રયત્ન કરે. સ્વાર્થથી અન્યને અસત્ય ન કહો. સ્વાર્થિક કર્મોને રક્તથી ન ખરડો. મનની નિર્મળતા કરે, પણ સ્વાર્થથી, અન્યાય કે પાપથી ચાલી મનને અપવિત્ર ન કરો. અપ્રમત્તપણે વતી, અતિ સાવધ થઈ કેઈને ન્યાય કરો.
“આત્માને નિર્બળ અને દીન માનવો. તે આત્માની હિંસા છે. આત્માની અહિંસા થાય તેમ વર્તે. આત્માની હિંસા થઈ નથી અને ભવિષ્યમાં થનાર નથી. ત્રણ કાળમાં આત્મા અવિનાશી છે. આત્માની સત્તા ત્રણ કાળમાં એકસરખી નિર્મળ અને અનંત છે. શરીરના નાશની અપેક્ષાએ આત્માની હિંસા ગણાય, પણ વસ્તુતઃ તે હિંસા નથી. જેનો નાશ થાય છે તે આત્મા નથી. કર્મનું પરિણમન થવા છતાં શુદ્ધ નિશ્ચયદષ્ટિએ અપરિ ણામી આત્મા છે; શુદ્ધ દ્રવ્યદષ્ટિએ આત્મા અબંધ, નિર્લેપી, શુદ્ધ, બુદ્ધ, અનંત જ્યોતિરૂપ છે. તમે આત્માઓ છો અને તમે મારા સમાન છો. તમારી શક્તિઓ પર આવેલાં આવરણોને દૂર કરે. જેમ જેમ આવરણે દૂર થાય છે તેમ તેમ આત્માની શક્તિઓ પ્રકાશે છે. પિતાને અનંત તિરૂપ અનુભવો. નામરૂપની હવૃત્તિ વિના પોતાના આત્માને અરૂપી, અનામી, અભેદી, અખંડ, પૂર્ણ દેખો. આરીસામાં જેમ દશ્ય વસ્તુઓનું પ્રતિબિંબ પડે છે તેમ આત્મજ્ઞાનમાં, સર્વ દશ્ય-અદશ્ય તને ભાસ થાય છે.
આત્માની સાથે મનને જોડી દે. બાહ્ય પદાર્થો સંબંધી મન વિચારો કરે, પણ બાહ્ય પદાર્થો વગેરેમાં નામરૂપના મોહથી અબંધ થતાંની સાથે કરોડો ગાઉ દૂર રહેલા પદાર્થો દેખાવા માંડશે અને સર્વ પદાર્થોની સાથે ખ૫ જેટલે ઔપ-- ચારિક સંબંધ રહેશે.
For Private And Personal Use Only