________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
આત્માનું રહસ્ય કરે, પણ તેમાં અહંકારથી મેહ ન પામે. પુરુષાર્થ જીવન છે અને અપુરુષાર્થ મરણ છે. કર્તવ્યકર્મ કરે, પણ હાયવરાળ ન કરો. કર્તવ્યકર્મ કરો, પણ તેના ફળની આસક્તિ ન કરો. સર્વ જીના ભલા માટે મન–વાણું-કાયાથી પ્રવૃત્તિ કરે. આત્માની સદ્દબુદ્ધિની પ્રેરણા પ્રમાણે ચાલે અને કુમતિની પ્રેરણા પ્રમાણે ચાલે નહિ. આત્મસામર્થ્યને વિશ્વાસ રાખે.
આર્યોની નીતિરીતિ પ્રમાણે પ્રવર્તે. આર્યો પિતાના અતિથિને પ્રભુ સરખે સત્કાર કરે છે. આર્યો પિતાની જાતને પવિત્ર રાખે છે અને અપવિત્રતાને દૂર કરે છે. આર્યો આત્મસ્વાર્પણમાં રાજી રહે છે. આર્યો અને આર્યાએ સત્ય સેવા વડે જીવે છે. આર્યો ગુણોને સ્વીકારે છે અને દુર્ગુણ તેમ જ વ્યસનને ત્યાગ કરે છે. આ ચૈતન્યપૂજકે છે, તેઓ જડના પુજારી નથી. તેઓ અન્નદાન, જલદાન, જ્ઞાનદાન આપવામાં પાછું મન કરતા નથી. આર્ય સ્ત્રીઓ પતિવ્રતાધર્મને પ્રાણાંતે પણ ત્યાગ કરતી નથી. આર્ય સ્ત્રીઓ પોતાના પતિઓમાં સત્ય સ્નેહ ધારણ કરે છે અને તેમની સેવામાં આત્મસ્મર્પણ કરે છે આર્ય સ્ત્રીઓ દયા, ક્ષમા, વીરતા, દાન, પ્રેમ, દમ વડે સર્વ વિશ્વમાં દેવીઓ પેઠે શેભે છે. આર્યલેકે મારા સંત, સાધુ, ભક્તોને પ્રભુ માની પૂજે છે. આત્મબળથી વર્તનારા આર્યો છે અને પશુબળથી પ્રવર્તનારા અનાર્યો છે. આર્યોમાં સાત્વિક ગુણ અને કર્મ પ્રધાનપણે પ્રવર્તે છે.
અધ્યાવાસી લેકે! ધર્મમાં મરે, પણ અધર્મથી જીવે નહિ. તમે કોઈનાથી ડરો નહીં તેમ જ અન્ય લોકોને ડરાવે નહીં. તમો સ્વાશ્રયથી જ, પણ અન્યને પરાશ્રયી ન બનાવો. તમે સ્વતંત્ર જીવન ગાળે, પણ અન્ય લોકોને પરતંત્ર ન કરો. અપરાધીઓના અપરાધની માફી આપો અને 'નિરપરાધીઓને સતા નહિ. સીધા માર્ગોમાં ચાલો, પણ કોઈને વક્રમાર્ગમાં ચાલવાની બુદ્ધિ ન આપે. પાખંડી, અજ્ઞ, ધૂર્ત લેકેના ભરમાવ્યાથી તમે મારાથી વિમુખ બનશે અને
For Private And Personal Use Only