________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર કર્યા હતાં. અયોધ્યાવાસી લોકો ! ધર્મમાં તત્પર રહે અને મનમાં અને વાણુમાં દુર્બળતાને વિચાર લાવે નહીં.
જેવી તમારી ભાવના તેવા તમો બને છે અને ભવિષ્યમાં બનશે. તમે જેવા વિચાર કરો છો તેવા જાતે કર્મો ગ્રહણ કરે છે. વિચારના પ્રતિબિંબરૂપ તમે છો. જેવા વિચાર કરશે તેવા થશે. તમે જે ધારે તે કરવા સમર્થ છો, એ દઢ નિશ્ચય રાખી પ્રવર્તે. મન એ સ્વર્ગ અને નરક છે. સ્વર્ગ અને નરક બનેમાંથી ગમે તે પ્રાપ્ત કરવું તે મનના હાથમાં છે. ભયના વિચારોથી નિર્બળ થવાય છે. ભયની ભાવના તે જ મરણ છે. લાંબા કાળ સુધી અગર અ૫કાલ સુધી જીવવું તે તમારા મનની ભાવના પર અવલંબે છે. શુભાશુભ શરીરને લેવાં તે આત્માધીન છે. શરીરનું આરોગ્ય જાળવવું તે તમારા આત્માધીન છે. તમારા વંશપરિવારનાં શરીર જેવાં બનાવવા હોય તેવાં બનાવવા તે તમારા વિચારો અને કર્મો પર આધાર રાખે છે.
મનના પ્રતિબિંબ જેવું વિશ્વ છે. આત્માભિમુખ મન રાખીને સંસારમાં મન રહે તે સર્વ કર્તવ્ય કરવા છતાં સંસારમાં મનની છાયા પડતી નથી અને મનમાં સંસારની વાસનાનું પ્રતિબિંબ પડતું નથી. તેથી આત્મા સ્વતંત્ર, મુક્ત, શુદ્ધ, પરમાત્મરૂપી બને છે. આત્મા સામું દેખા અને આત્માના આંતરિક અવાજ પ્રમાણે ચાલે, પણ મનની મીઠી પ્રેરણાને વશ ન થાઓ. પિતાને કદી બાહ્ય સંયોગને લીધે હીન ન માને. સદા પ્રસન્ન રહો. અપ્રસન્ન અને ચિંતાતુર રહેવાના સર્વ પ્રસંગેને મિથ્યા માનો. આત્મા અનંત સુખને મહાન દરિયે છે. તેની સર્વ બાજુએ આનંદસાગર છે એમ વિશ્વાસ રાખે. બાહ્ય જડ પદાર્થોમાં સુખદુઃખની ક૯૫ના વારંવાર બદલાયા કરે છે તેથી બાહ્ય સંગેમાં સુખદુઃખનું દેવાપણું વા માનવાપણું મિથ્યા છે, એમ શુદ્ધ નિશ્ચય કરો. મનને આત્મામાં રમાડતાં દુનિયાની
For Private And Personal Use Only