________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ૭
આત્માનું રહસ્ય મિથ્યા અને કલ્પિત એવાં ભયપ્રદ દેવીઓ અને દેના કોપથી જરા માત્ર ન ડરે. સર્વ પ્રકારના ભયે સામે નિર્ભય બની યુદ્ધ કરે. મનમાં કપેલો ભય પિતાનાં શરીર અને મનને નાશ કરે છે. સાત પ્રકારના ભયને મનમાંથી દૂર કરો. મનથી ભયની કલ્પના પ્રગટે છે અને આત્મદષ્ટિથી વહેમ અને ભયની કપનાઓને નાશ થાય છે. આત્માને ત્રણે કાલમાં નાશ થનાર નથી, તે પછી તમે ભય શા માટે ધરો છો? મનમાં પ્રગટ થતા ભયના વિચારને દૂર કરે. મારું શરણ કર્યા બાદ નિર્ભ યતા છે. મારામાં વિશ્વાસ અને પ્રેમ ધાર્યા બાદ જે થવાનું હેય તે થવા દે. ભૂતકાળના ભયને ભૂલે અને વર્તમાનમાં ભયનો વિચાર માત્ર ન કરો. જે થવાનું છે તે મારા ભક્તોને સારા માટે અને તેમની ઉન્નતિ માટે થાય છે એમ વિશ્વાસ રાખે. અનેક પ્રકારના વહેમ અને ભયની રૂઢિઓ, શુકનો, નિમિત્તોથી નિર્ભય અને નિઃશંક રહે. કર્તવ્યપરાયણ રહે. અજ્ઞાનીઓની કલ્પનાઓને વશ ન થાઓ. જેટલા અંશે નિર્ભયતા અને નિઃશંકતા તેટલા અંશે તમે આત્મમહાવીર છો એમ સત્ય માને. તમારું મન મારામાં રહેતાં ભય કે વહેમ રહેતો નથી.”
આ પ્રમાણે બોધ આપીને પ્રભુએ બંગદેશી લોકોને નિર્ભય અને જેન બનાવ્યા. બંગદેશમાં જ્ઞાની અને ભક્તિમંત કે પ્રગટશે એ આશીર્વાદ આપે. પ્રભુનું અયોધ્યા પધારવું :
પ્રભુએ અયોધ્યાનગરીમાં કેટલાક દિવસ વાસ કર્યો. ત્યાંના સર્વવણીય જેનોને પોતાના શરણમાં લીધા અને ઉપદેશ આપે કે, “અયોધ્યાનગરી તીર્થ છે અયોધ્યાનગરીમાં શ્રી ઋષભદેવે દુનિયામાં આ આરામાં પ્રથમ ધર્મની સ્થાપના કરી હતી. શ્રી રામચંદ્રજી અહીં થયા હતા. તેમણે શુદ્ધ સ્વદારા સંતોષ વ્રત ધારણ કરીને વિશ્વને ધર્મમાર્ગમાં આપ્યું હતું. શ્રી મુનિસુવ્રત પ્રભુ પાસેથી શ્રી રામચંદ્રજીએ આત્મજ્ઞાન-ધ્યાન-સમાધિ પ્રાપ્ત
9
For Private And Personal Use Only